Gujarat માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ, કામ પૂરજોશમાં

ગુજરાતમાં 737 હેક્ટર જમીન સંપાદન માટે 5707 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વડોદરાથી લઇને  વાપી સુધી અલગ અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Gujarat માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ, કામ પૂરજોશમાં
Gujarat Bullet Train Work In Progress (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 4:32 PM

ગુજરાતમાં(Gujarat)  અમદાવાદ મુંબઈ(Ahmedabad Mumbai)  વચ્ચેની બુલેટ ટ્રેન(Bullet Train)  પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનું જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. જેના લીધે હવે બુલેટ ટ્રેન પ્રોજેકટના કામમાં ઝડપ આવશે. જેમાં ગુજરાતમાં 737 હેક્ટર જમીન સંપાદન માટે 5707 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વડોદરાથી લઇને  વાપી સુધી અલગ અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની મોટાભાગની જમીનનું સંપાદન થઈ ગયું છે. તેમજ વડોદરાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

જ્યારે હાલમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ ટી- 2 હેઠળ વડોદરાથી  મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ઝરોલી ગામના 237 કિલોમીટરના ટ્રેક સંબંધિત કામોની ડિઝાઇન, સપ્લાય અને બાંધકામ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતના વક્તાણા ખાતે ચાલી રહેલા હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણનું કામ પ્રગતિમાં છે. જે પૈકી નવસારી અને વલસાડ જિલ્લામાં એલિવેટેડ કોરિડોર માટે થાંભલાનું બાંધકામ, સુરત સ્ટેશન અને સાબરમતી ટર્મિનલ હબનું નિર્માણ તેમજ નર્મદા અને મહી નદી પર બ્રીજનું બાંધકામ સામેલ છે. ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.ત્યારે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે

તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. રે લવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  ડ્રીમ પ્રોજેક્ટ

દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ  2022   સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.

આ પણ વાંચો : Junagadh: ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે

આ પણ વાંચો :  પોરબંદર: ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">