AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022: રાહુલ ગાંધી સોમવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે

Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવા આગામી 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદમાં (Ahmedabad)  રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે

Gujarat Assembly Election 2022: રાહુલ ગાંધી સોમવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે
Rahul Gandhi
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 03, 2022 | 9:32 PM
Share

Gujarat Assembly Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ પાર્ટીઓ પ્રચાર માટેની તડામાર તૈયારીઓ કરી રહી છે.. જે અંતર્ગત કોંગ્રેસે(Congress)  પણ 90 દિવસનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી(Rahul Gandhi)  ગુજરાત આવશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવા આગામી 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદમાં(Ahmedabad)  રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે.. વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ કમિટી સ્ક્રિનિંગ કમિટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટેના માપદંડો નક્કી કરવા માટે મિટિંગ યોજશે. બુથ યોદ્ધાઓથી જ ચૂંટણી જીતી શકાય તેમ હોવાથી રાહુલ ગાંધી દરેક કાર્યકરમાં જોશ જગાડવાનું કામ કરશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર માટે પ્રિયંકા ગાંધી પણ મહત્તમ સમય ગુજરાત માટે ફાળવશે તેવું તેમણે જણાવ્યું.. કોંગ્રેસની આ ભારત જોડો યાત્રાને વેગ આપવા રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યપ્રધાન પણ પ્રચારમાં જોડાશે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે.

5 સપ્ટેમ્બરના રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ સાથે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે.. રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણસિંગુ અમદાવાદની ધરતી પરથી ફુકશે.. રાહુલ ગાંધી ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે. ગુજરાતના ૫૨ હજાર બુથ કાર્યકર્તા સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતું કે રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે . આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે.. જગદીશ ઠાકોર કહ્યું હતું કે કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાનમાં છે .

રાહુલ ગાંધીનો પ્રવાસ

રાહુલ ગાંધી ના પ્રવાસ પર નજર કરવામાં આવે તો રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આગમન થશે . અમદાવાદ એનેક્ષી ખાતે રોકાણ કરશે . ત્યાર બાદ સભા સ્થળ પર બુથ કાર્યકર્તા સંમેલન સંબોધન કરશે . ત્યારબાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરશે . ભારત જોડો અભિયાન સફળ બનાવવા પ્રાર્થના કરશે .

ભારત જોડો યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી ગુજરાત આવશે

ગુજરાત મુલાકાત બાદ રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા યોજી રહ્યા છે. આ યાત્રામાંથી પણ સમય કાઢી ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રચાર કરતા જોવા મળશે. એ સંદર્ભે વાતચીત કરતા પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 90 દિવસનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. જે અંતર્ગત રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન પણ ગુજરાત આવશે. આ સિવાય પ્રિયંકા ગાંધી પણ મહત્તમ સમય ગુજરાતને ફાળવે એવું આયોજન કરાયું છે.. રાજસ્થાનના મુખ્યમંત્રી અને છત્તીસગઢના મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">