Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ જનાધાર વધારવા અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે, આ મુદ્દાઓ સાથે જનતા દરબારમાં જશે

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે જનાધાર વધારવા માટે કોંગ્રેસે(Congress)પદયાત્રાનો રસ્તો અપનાવ્યો છે. જેમાં આગામી 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે.

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ જનાધાર વધારવા અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે, આ મુદ્દાઓ સાથે જનતા દરબારમાં જશે
Gujarat Congress Padyatra Ahmedabad
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 30, 2022 | 4:49 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા માટે કોંગ્રેસે(Congress)પદયાત્રાનો (Padyatra) રસ્તો અપનાવ્યો છે. જેમાં આગામી 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે.. પરિવર્તન સંકલ્પ પદયાત્રા થકી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ અને નશાખોરીના મુદ્દા લઈ જનતા દરબારમાં જશે. જેમાં જનજાગૃતિ માટે પદયાત્રા શ્રેષ્ઠ માધ્યમ છે ત્યારે કોંગ્રેસ આગામી સમયે પદયાત્રા થકી જનતા દરબારમાં પહોંચશે. અમદાવાદ શહેરમાં આવેલ 16 વિધાનસભા બેઠકો પર જનતાના પ્રજાલક્ષી મુદ્દાઓને ઉજાગર કરવા કોંગ્રેસ 1 અને 2 સપ્ટેમ્બરે પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજશે. જેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ, નશાખોરી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ શહેરી મતદાતાઓ સુધી દરેક વિધાનસભા માં 5 થી 7 કિલોમીટરની પદયાત્રા કરી પહોંચશે.

1 સપ્ટેમ્બર સવારે નિકળનાર પદયાત્રા

  1.  વેજલપુર વિધાનસભામાં જુહાપુરા ચાર રસ્તાથી શ્યામલ ચારરસ્તા સુધી પદયાત્રા
  2.  ઘાટલોડીયા વિધાનસભામાં કેકે નગર થી ભાડ ગામ સુધી
  3.  નારણપુરા વિધાનસભામાં શાસ્ત્રીનગર શાકમાર્કેટથી જુના વાડજ ગામ સુધી
  4.  સાબરમતી વિધાનસભામાં જીપીની ચાલી ધર્મનગર થી સિલ્વર સ્ટાર ચાર રસ્તા
  5. ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
    વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
    જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
    Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
    Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
    અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1 સપ્ટેમ્બર સાંજે નિકળનાર પદયાત્રા

  1.  એલિસબ્રિજ વિધાનસભા માં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી વિજય ચાર રસ્તા સુધી પદયાત્રા.
  2.  દાણીલીમડા વિધાનસભામાં ગોમતીપુર ફુવારા થી બહેરામપુરા ખેડૂત માર્કેટ સુધી.
  3.  જમાલપુર-ખાડિયા વિધાનસભામાં બહેરામપુરા મેલડી માતાના મંદિરથી સારંગપુર દરવાજા સુધી
  4.  દરિયાપુરમાં નવતાડ રામદેવપીર મંદિર ચોકથી શાહપુરવડ થી મિલ કમ્પાઉન્ડ સુધી.

2 સપ્ટેમ્બર સવારે નિકળનાર પદયાત્રા

  1. નિકોલ વિધાનસભામાં ઓઢવ છોટાલાલની ચાલીથી ઠક્કરનગર એપ્રોચ સુધી.
  2. મણિનગર વિધાનસભામાં નારોલ સર્કલથી ખોખરા સર્કલ સુધી.
  3. અમરાઈવાડી વિધાનસભામાં હાટકેશ્વર સર્કલથી આનંદનગર કોલોની પૂજા વિદ્યાલય સુધી.
  4.  વટવા વિધાનસભા વસ્ત્રાલ આરટીઓ થી રામોલ ગામ સુધી

2 સપ્ટેમ્બર સાંજની પદયાત્રાઓ

  1.  અસારવા વિધાનસભામાં શાહીબાગથી મોહન સિનેમા સર્કલ સુધી.
  2.  ઠક્કરબાપાનગર વિધાનસભામાં માધવ મોલ થી સરદાર ચોકથી મેમકો વીર સાવરકર સર્કલ સુધી
  3.  બાપુનગર વિધાનસભામાં આંબેડકર હોલ ચારરસ્તાથી લાલ બહાદુર સ્ટેડિયમ ચાર રસ્તા સુધી
  4.  નરોડા વિધાનસભા મેઘાણીનગરથી રામેશ્વર ચાર રસ્તાથી ઇન્દિરાબ્રિજ સુધી

હાલ કોંગ્રેસે માત્ર અમદાવાદ શહેર પૂરતી જ પડયાત્રાની જાહેરાત કરી છે, જો કે આગામી સમયે પડયાત્રાના વિચારને તમામ વિધાનસભા બેઠકો પર લઇ જવામાં આવશે. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે અમદાવાદ શહેરે ભારતીય જનતા પાર્ટીને સતત પ્રેમ આપ્યો છે, જો કે સામે પક્ષે ભાજપ સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.. અમદાવાદ પર સૌથી વધુ વેરા નાખ્યા અને વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય એવી સુવિધા આપી છે ત્યારે જનતાનો સાથ મેળવવા કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">