AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST વિભાગમાં સીધા જ IRS અધિકારીઓની પરંપરા શરુ થવાને લઈ રોષ, અધિકારીઓ-કર્મચારીઓનો વિરોધ

રાજ્યમાં જીએસટી વિભાગમાં સીધા જ ઈન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓની નિમણૂંકની પરંપરા શરુ થવા સહિત ચારેક પડતર પ્રશ્નોને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટે અધિકારીઓ અને કર્મચારીઓએ આ માટે ધરણાં ધરીને વિરોધ નોંધાવ્યો છે. સમસ્યાઓનુ નિરાકરણ નહીં આવે ત્યાં લગી દેખાવો જારી રાખવાની ચીમકી પણ કર્મચારીઓ અને અધિકારીઓએ આપી છે.

GST વિભાગમાં સીધા જ IRS અધિકારીઓની પરંપરા શરુ થવાને લઈ રોષ, અધિકારીઓ-કર્મચારીઓનો વિરોધ
અધિકારીઓ-કર્મચારીઓના દેખાવો
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 29, 2023 | 5:35 PM
Share

રાજયના જીએસટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ પડતર પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો છે. સીધા જ પેરાશૂટની જેમ આઈઆરએસ અધિકારીઓને નિમણૂંકો આપવાને લઈ વિરોધ શરુ થયો છે. આ ઉપરાંત પણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ચાર જેટલા પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

ઝડપથી પ્રમોશન આપવા, એડિશનલ કમિશનરની જગ્યા પર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારીની સીધી નિમણૂંક સહિતના ચાર પ્રશ્નોને લઈ જીએસટી વિભાગના વર્ગ 1,2 અને 3 ના કર્મચારી-અધિકારીઓ વિરોધના માર્ગે જોવા મળી રહ્યા છે. રાજ્યભરની જીએસટી વિભાગની કચેરી ખાતે રામધૂન કરી દેખાવો કરવામાં આવ્યા. જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દેખાવો જારી રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી.

માંગણીઓને લઈ આંદોલન

રાજ્યની જીએસટી કચેરીઓમાં એડિશનલ કમિશનરની જગ્યા પર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એટલે કે આઈઆરએસ અધિકારીઓની સીધી નિમણૂક કરવાની શરુઆતને લઈ વિરોધ રજૂ કરાયો છે. પ્રમોશન મેળવી આગળ આવનારા રાજ્ય સરકારના અધિકારીઓની પ્રમોશનની તક છીનવાઈ જવાની ભીતિ રજૂ કરી જીએસટી વિભાગના કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. રાજ્યની જીએસટી કચેરીઓમાં કામ કરતા વર્ગ 1, 2 અને 3 ના કરતા કર્મચારીઓએ અલગ અલગ ચાર માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી કામના કલાકોમાં કાળી રીબીન બાંધી પ્રતીક વિરોધ અને રિશેષના સમયમાં કચેરીએ એકઠા થઇ રામધૂન બોલાવી આંદોલનની શરૂઆત કરાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતની જીએસટી વિભાગની કચેરીઓએ કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા.

IRS અધિકારીઓની નિમણૂંકનો વિરોધ

જીએસટી વિભાગ શિસ્ત અને જાહેરમાં ભાગ્યે જ આવતો વિભાગ છે. પરંતુ આ વિભાગમાં ખાતાની જગ્યાઓમાં એડિશનલ કમિશનરની જગ્યા પર ખાતાના જ અધિકારીઓને પ્રમોશન આપી નિમણૂંક આપવાને બદલે IRS અધિકારીઓની નિમણૂંક થઈ રહી છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 2 વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ થઈ 4 વર્ષ થઈ ગયા હોવા છતાં કાયમી માટેના નિમણૂંકપત્રો આપવામાં નથી આવ્યા. સીધી ભરતી થવાના કારણે પ્રમોશન લાયક અધિકારીઓને અન્યાયની લાગણી થઈ રહી છે. કારણ કે જીએસટી કર્મચારીઓની વર્ષોની નોકરી બાદ પણ અધિકારી તરીકે પ્રમોશન અટવાય છે. આ તમામ માંગણીઓને લઈ ગાંધીનગર સહિત વડી કચેરીઓમાં રજૂઆતો બાદ પણ કાર્યવાહી ના થતા આખરે વિરોધનો માર્ગ અપનાવો પડ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">