Ahmedabad: આજથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે, વીજળી અને શિક્ષણ મુદ્દે ગરમાશે રાજકારણ
અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ગુજરાતની બે દિવસની મુલાકાતે આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને આપના સભ્યોના શાપથગ્રહણ સમારંભ બાદ આવતીકાલે (સોમવારે) તેઓ વીજળી આંદોલન મુદ્દે કાર્યક્રમ કરશે.
ગુજરાતમાં (Gujarat)ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓની મુલાકાત વધતી જાય છે આ જ કડીમાં આજથી (AAP) આપ સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અમદાવાદ અરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાંથી તેઓ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભમાં પહોચશે. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે.
ગુજરાતમાં દિલ્લીની વીજળી મોડલ પર કરશે વાત
આપ પાર્ટી ગુજરાતમાં દિલ્લીના વીજળી મોડલ પર વાત કરશે. ગુજરાતમાં તેઓ વીજળીના મુદ્દે વાત કરશે. આપ પાર્ટીનો ગુજરાતમાં મુખ્ય મુદ્દો એ છે કે જો દિલ્લીમાં મફત વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં. થઆી ગુજરાતમાં હવે વીજળી મુદ્દે રાજકારણ ગરમાઈ શકે છે. મહત્વનું છે કે, શિક્ષણ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ભાજપ અને આપ પાર્ટી વચ્ચે રાજનીતિ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શાળાની મુલાકાત લઈ ખામીઓ કાઢી હતી. તો બીજી તરફ ભાજપની એક ટીમ પણ દિલ્લીની સ્કૂલોના નિરીક્ષણ માટે પહોંચી ગઈ હતી. આમ ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણ મુદ્દે સીધી રીતે સામ-સામે આવી ગઈ હતી. હવે આવું જ રાજકારણ વીજળી મુદ્દે શરૂ થયું છે. આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવી રહી છે કે, દિલ્લી અને પંજાબમાં જનતાને મફત વીજળી મળી રહી છે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેમ ન મળી શકે?
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક શ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતીમાં @AAPGujarat દ્વારા નવનિયુક્ત તમામ 6000થી વધુ પદાધિકારીઓના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. – @isudan_gadhvi
તારીખ:- 3/07/2022, રવિવાર સમય:- બપોરે 12:00 કલાકે pic.twitter.com/1P8yoQrYoi
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 2, 2022
- AAPના નેતા ઇસુદાન ગઢવીની પત્રકાર પરિષદ કરીને અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી હતી.
- અરવિંદ કેજરીવાલ બપોરે 3 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે.
- અમદાવાદના નરોડામાં તેઓ સાંજે 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી 7500 નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવશે.
- 4 જુલાઇના રોજ વીજળી આંદોલન મુદ્દે વૈષ્ણવ દેવી સર્કલ પાસે બપોરે 12થી 1 દરમિયાન કાર્યક્રમ યોજાશે.
નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અગાઉ તેઓ મે મહિનામાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તો બીજી તરફ રથયાત્રાના દિવસથી બે દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને બાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં હતા અને તેમણે વિવિધા વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કર્યું હતું. સાથે જ ગુજરાતમાં રથયાત્રા અને અષાઢી બીજના પ્રારંભ સાથે જ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો હતો. જેમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે.મહત્વનુ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના કોઇ પણ નેતાએ પોતાની મુલાકાત દરમ્યાન ભાજપના ઉમેદવારને વોટ આપવા અપીલ નથી કરી.