Rajkot: અરવિંદ કેજરીવાલનું સંબોધન, વૃદ્ધોને વિનામૂલ્યો તીર્થયાત્રાનો કર્યો વાયદો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ (Rajkot) એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind kejriwal) રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ (Rajkot) એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા. કેજરીવાલને આવકારવા માટે એરપોર્ટ પર ઇસુદાન ગઢવી, ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બાસ સાંજે 7 વાગે તેમણે સભાને સંબોધીત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. આમ સૌરાષ્ટ્રથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
જનસભાને સંબોધીત કરતા કેજરીવાલે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા એ બદલ આપનો આભાર. આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી નથી વધારી. કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. સાથે જ તેમણે ક્હ્યું કે, દિલ્હીના લોકો ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મને ખુશી છે કે ગુજરાતના લોકો પણ મને ખૂબ પ્રેમ કરે છે. ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. એક વૃદ્ધ માતા આવી અને ધીરેથી મારા કાનમા કહ્યું કે, અયોધ્યા વિશે જાણે છે, ગયો છે. તો મેં કહ્યું હા હું ગયો છું. ત્યારે મને કહ્યું કે હું ગુજરાતના એક ગામડામાં રહું છું અને ગરીબ છું. તો મેં કહ્યું અમે તમને અયોધ્યા જરૂર મોકલીશું. દિલ્હી સરકારમાં તિર્થયાત્રા યોજના છે. જેમાં વૃદ્ધ માતા-પિતાને એસી ટ્રેનમાં યાત્રા કરાવીએ છીએ.