રાજ્યમાં કાળઝાળ ગરમી, ગરમીના પારાની સાથે ઇમરજન્સી કેસમાં પણ થયો વધારો
રાજ્યમાં ગરમીનો પારો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ત્યા બીજી તરફ ગરમીના કેસમાં વધારો નોંધાયો છે. આ અમે નહિ પણ 108માં નોંધાયેલ આંકડા કહી રહ્યા છે.
રાજ્યમાં ગરમીનો પારો (Heatstroke) ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ત્યા બીજી તરફ ગરમીના કેસમાં વધારો નોંધાયો છે. આ અમે નહિ પણ 108માં નોંધાયેલ આંકડા કહી રહ્યા છે. કેમ કે, છેલ્લા ત્રણ મહિનાના આંકડામાં છેલ્લા મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ગરમી આકરા તાપે પડી રહી છે. તો રાજ્યમાં છેલ્લા એક મહિનાથી 40 ડિગ્રી ઉપરનું તાપમાન સતત નોંધાઈ રહ્યું છે. અને તેમાં પણ છેલ્લા 10 દિવસથી રાજ્યમાં 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. જે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે ગરમીના કારણે ગરમીને લગતી બીમારીના કેસમાં (Heat related illness) પણ વધારો થયો છે.
જેને લઈને 108 અને સિવિલ હોસ્પિટલ અસારવા દવારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં 108 દ્વારા તમામ કેસ પર ત્વરિત ધ્યાન આપી કામ કરાઇ રહ્યું છે. તો સિવિલ હોસ્પિટલ ખાતે 24 બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ પણ શરૂ કરાયો છે. અને જો સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટની વાત માનીએ તો ગત મહિને હિપેટાઇટિસના 180 અને ઝાડ ઉલ્ટીના 50 દર્દીને સારવાર આપવામાં આવી. તો 6 દિવસમાં 28 લોકોએ કમળાની સારવાર લીધી અને 6 દિવસમાં ઝાડા ઉલ્ટીના એક પણ કેસ નહિ હોવાનું નિવેદન આપી લોકોએ જરૂરી સાવચેતી રાખવાનું પણ જણાવ્યું.
આ તો વાત થઈ સિવિલ હોસ્પિટલની પણ સૌથી વધુ આંકડા 108 ઇમરજન્સી હેલ્પ લાઇન પર નોંધાયા છે. જેમાં 10 દિવસમા 1700 કેસ. જ્યારે શ્વાસને લગતા એપ્રિલ મહિનામાં 4913 મે મહિનમાં 670 કેસ નોંધાયા. અને જો ગરમીના કેસને લગતા શહેર પ્રમાણે ના આંકડા જોઈએ તો આ મુજબ છે.
- અમદાવાદ 4508
- સુરત 1842
- રાજકોટ 848
- વડોદરા 848
- ભાવનગર 594
- જુનાગઢ હીટ સ્ટ્રોકના સૌથી વઘુ 17 કેસ
- કચ્છ 557
- દાહોદ 754
- ગાંધીનગર 534
- વલસાડ 674
- જુનાગઢ 491 અને
ગુજરાતના બાકી શહેરોમાં ૧૫૦ કરતાં વધુ કેસ નોંધાયા છે.
બીમારી પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાના આંકડા
પેટના દુખાવાના
- ફેબ્રુઆરી માં 4421
- માર્ચમાં 6064
- એપ્રિલમાં 6276
- ત્રણ મહિનામાં 16761
પેટના દુખાવો, ઉલ્ટી અને ઝાડા
- ફેબ્રુઆરીમાં 2738
- માર્ચમાં 4372
- એપ્રિલમાં 4505
- ત્રણ મહિનામાં 11615
હાઈ ફિવર
- ફેબ્રુઆરી માં 1869
- માર્ચમાં 2046
- એપ્રિલમાં 2364
- ત્રણ મહિનામાં 6279
માથાના દુખાવાના
- ફેબ્રુઆરીમાં 275
- માર્ચમાં 302
- એપ્રિલમાં 274
- ત્રણ મહિનામાં 851
ચક્કર આવવાના અને બેભાન થવાના
- ફેબ્રુઆરીમાં 5024
- માર્ચમાં 4988
- એપ્રિલમાં 4858
- ત્રણ મહિનામાં 14870
જોકે આ આંકડા સામે શ્વાસના કેસ આ સીઝનમાં ઓછા હોવાનું સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટનું નિવેદન છે. તેઓએ કહ્યું હતું કે, અસ્થમા અને એલર્જી ધરાવતા લોકોને શ્વાસની અસર થઈ શકે છે. તેમજ જો વધુ કેસ આવે તો સિવિલ હોસ્પિટલ સારવાર આપવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રી આસપાસ છે. જે પારો સોમવારે વધીને 44 ડિગ્રી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. એટલે કે, ગરમીમાં ફરી એક વાર વધારો થઈ શકે છે. જે ગરમીથી બચવા ડોક્ટરો અને તજજ્ઞો જરૂરી ઉપાય કરવાની લોકોને સલાહ આપી રહ્યા છે. તો કામ વગર બહાર ન નીકળવા. ઠંડા પીણા પીવા, એનર્જી ડ્રિન્ક પીવી, ટોપી પહેરવી. બીમાર વ્યક્તિ અને સિનિયર સિટીઝને બહાર નહિ નીકળવું જેવી સલાહ પણ આપી છે. જેથી ગરમીથી પોતાનો બચાવ કરી શકાય અને હિટ સ્ટ્રોકથી પણ બચી શકાય.