AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધ્યુ, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ

રાજ્યના યુવાનોમાં ચિંતાજનક રીતે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. યુવાનોમાં ડ્રગ્સનું સેવન દિવસે દિવસે વધી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 27 હજાર 837 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયુ છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા ડ્રગ્સ કરતા સૌથી વધુ છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ દ્વારા વર્ષ 2020માં 11 હજાર 725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયુ હતુ.

ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધ્યુ, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ
| Updated on: Dec 15, 2023 | 5:50 PM
Share

ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી ડ્રગ્સના જે આંકડા સામે આવ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક હદે વધી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં જ એ ગુજરાતમાંથી 27 હજાર 837 કિલોનું ડ્રગ્સ ઝડપાયુ છે. વર્ષ 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ 12 હજાર 838 કિલોગ્રામ અફીણ, 14 હજાર 899 કિલોગ્રામ ગાંજો અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયુ હતુ. જો કે અફીણના મામલે 1.46 લાખ કિલોગ્રામ સાથે રાજસ્થાન મોખરે છે. જ્યારે યુપીમાંથી 10.30 લાખ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે.

છેલ્લ એક વર્ષમાં ગુજરાતમાંથી 52 અબજ 55 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

ગુજરાતનો 1600 કિલોમીટરને દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સેફ ઝોન બની રહ્યો છે. દરિયાઈ માર્ગેથી સૌથી વધુ ડ્રગ્સની હેરાફેરી થાય છે. ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ પૈકી મોટાભાગનું ડ્રગ્સમાં દરિયાઈ માર્ગેથી હેરાફેરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ 467 જેટલા કેસમાં 734 આરોપી ઝડપાયા છે. તેમની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. જેની કિંમત 52 અબજ 55 કરોડ 31 લાખ છે.

ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા ડ્રગ્સના આંકડા સાબિતી પુરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યુ છે. જેમા અમદાવાદમાં સૌથી વધુ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષો અફીણ 1.49 લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતુ હોવાનુ એક અભ્યાસમાં સામે આવ્યુ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ્સનું સેવન કરનારા 528 લોકોની કરાઈ ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમા વર્ષ 2020માં 117ની વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઈ હતી. NDPS એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને વર્ષ 2022માં 3 લોકો સામે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : Tv9 Exclusive : ગુજરાત પર આતંકી ડોળો, યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવવા સૌરાષ્ટ્રના દરિયે ઠલવાયુ કરોડોનું ડ્રગ્સ, વાંચો ગુજરાતને કોની લાગી નજર!

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">