Breaking News : ડૉ. અતુલ ચગ આત્મહત્યા મુદ્દે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, 28 માર્ચે હાજર થવા આદેશ
ગુજરાતના વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા, PI સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યૂ કરી છે. મૃતકના સગાની ફરિયાદ છે કે કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પોલીસ FIR નોંધતી નથી.
ગુજરાતના વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા, PI સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યૂ કરી છે. મૃતકના સગાની ફરિયાદ છે કે કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પોલીસ FIR નોંધતી નથી. આ ઉપરાંત કોર્ટના હુકમનો અનાદર કરનારા પોલીસ કર્મીઓ સામે પગલા લેવા પણ મૃતકના સગાએ માગણી કરી છે. હાઈકોર્ટના આદેશને પગલે 28 માર્ચે તમામ અધિકારીઓએ કોર્ટમાં હાજર થવું પડશે.
મહત્વપૂર્ણ છે કે અગાઉ આ કેસમાં ન્યાયિક તપાસની માગ પણ થઇ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજી સુધી FIR નહીં નોંધાતા પરિવારજનો આકરા પાણીએ છે.આક્રોષિત પરિવારજનોએ હવે પોલીસને FIR નોંધવા 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરિવારજનોએ આ મામલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપી તાત્કાલિક ફરિયાદ નોંધવા માગ કરી હતી.પોલીસ આ મામલે FIR નહીં નોંધે તો પરિવારજનો હાઇકોર્ટમાં જઇ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાના અવમાનનાની અરજી કરી હતી. મહત્વપૂર્ણ છે કે અગાઉ આ કેસમાં ન્યાયિક તપાસની માગ પણ થઇ ચૂકી છે.
વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે.આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચ્યો છે..તબીબે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં કથિત નામ વાળા વ્યક્તિ, નારાયણભાઇએ આપેલા કોરો મળી આવ્યા છે.
આર્થિક વ્યવહારો કે સુસાઇડ નોટને આધાર બનાવી ગુનો દાખલ નથી કરાયો
મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે પોલીસે માત્ર અકસ્માતે ગુનો નોંધીને જ તપાસ શરૂ કરી છે.આ કેસમાં હજુ સુધી આર્થિક વ્યવહારો કે સુસાઇડ નોટને આધાર બનાવી ગુનો દાખલ નથી કરાયો..સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઇ રહી છે.