AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ, અમદાવાદ, સુરતમાં કડક પોલીસ ચેકિંગ શરૂ, જુઓ Video

દિલ્હીના લાલ કિલ્લા નજીક સાંજે કાર બ્લાસ્ટ થતા 8 લોકોના મોત થયા અને 24 ઘાયલ થયા છે. ફોર્ટ મેટ્રો નજીક પાર્ક કરેલી ઈકો કારમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જોકે ગુજરાતમાં પણ ચેકિંગ શરૂ કરવાંઆ આવ્યું છે.

Delhi Blast : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ, અમદાવાદ, સુરતમાં કડક પોલીસ ચેકિંગ શરૂ, જુઓ Video
| Updated on: Nov 10, 2025 | 9:00 PM
Share

દિલ્લીના લાલ કિલ્લા નજીક સાંજે ભયાનક કાર બ્લાસ્ટની ઘટના બની છે. સાંજે આશરે 6:55 વાગ્યે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી ઈકો કારમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની ઝપેટમાં અન્ય અનેક કારો પણ આવી ગઈ અને તાત્કાલિક આગ લાગી ગઈ.

પ્રારંભિક માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક એલએનજેએપી (LNJP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી.

વિસ્ફોટ બાદ આખો વિસ્તાર પોલીસના કબજામાં લઈ લેવાયો છે. દિલ્લી પોલીસે વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી છે. એનઆઈએ (NIA) અને એનએસજી (NSG)ની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને બ્લાસ્ટના કારણો અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કારમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી.

આ ઘટનાના પગલે દિલ્લીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનો, માર્કેટ, બસ સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર નજર રાખી તપાસ શરૂ કરી છે.

બ્લાસ્ટ બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ગૃહવિભાગ દ્વારા રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં સુરક્ષાને ધ્યાને રાખીને કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શહેર પોલીસને પેટ્રોલિંગ વધારવા, ભીડવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને વાહનોનું સઘન ચેકિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

સુરત પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધારવા અને દરેક શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યા છે. શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરાનું સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને માર્કેટ વિસ્તાર જેવા સંવેદનશીલ સ્થળોએ વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ પોલીસ ટીમોને સતર્કતાથી કામ કરવા અને કોઈ પણ અણધારી પરિસ્થિતિને રોકવા જરૂરી પગલાં લેવા આદેશ આપ્યા છે. હાલ ગુજરાતના દરેક જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને રાજ્યભરમાં ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ઘટના બાદ રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, જ્યારે તપાસ એજન્સીઓ બ્લાસ્ટના મૂળ કારણ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે.

Delhi Car Blast : લાલ કિલ્લા પાસે વિસ્ફોટ, દિલ્હી, અમદાવાદ અને મુંબઈ હાઇ એલર્ટ પર, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
g clip-path="url(#clip0_868_265)">