Ambaji : 2 એપ્રિલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો
ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે
2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો(Chaitra Navratri) પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને આરતીનો(Aarti) લાભ મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. 2 એપ્રિલથી દર્શન-આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.અંબાજીની આરતીના સમયની વાત કરીએ તો સવારની આરતી- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે – 08.15 થી 09.15, સવારે દર્શન- 07.30 થી 11.30, બપોરે દર્શન- 12.30 થી 16.30 સુધી, સાંજની આરતી- 07.00 થી 07.30, સાંજના દર્શન -07.30થી રાત્રીનાં 9 વાગે યોજાશે. જ્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે.
નવરાત્રીના 9 દિવસનું મહત્વ
નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.
આ પણ વાંચો : Surat : યુવતીએ લૂંટારુઓને ભગાડી બતાડી બહાદુરી, સુરત રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યું
આ પણ વાંચો : Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો