Gujarat Assembly Election 2022 : કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીએ વહેલી ચૂંટણી યોજવાની શક્યતાઓ નકારી

દેશમાં પાંચ રાજયોની ચૂંટણીના પરિણામમાં ભાજપે ચાર રાજ્યોમાં મેળવેલી જીત અને પીએમ મોદી અને કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહના વધી રહેલા ગુજરાત પ્રવાસના પગલે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવવાની શક્યતા જોવાઈ રહી હતી. તેમજ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે અટકળો ચાલી રહી છે. તેવા સમયે સરકારના પ્રવક્તા મંત્રીએ કરેલી સ્પષ્ટતાએ હાલ તો વહેલી ચૂંટણીની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:46 PM

ગુજરાતમાં(Gujarat)  વહેલી ચૂંટણી(Gujarat Assembly Election)મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોને રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani)રદિયો આપ્યો છે. જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે કે હજુ અમારી પાસે પૂરતો સમય છે. અમારી 5 વર્ષની ટર્મ ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે. ચૂંટણીનો સમય ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે. તેમજ જ્યાં સુધી સમય છે ત્યાં સુધી જનતાની સેવા કરીશું. દેશમાં પાંચ રાજયોની ચૂંટણીના પરિણામમાં ભાજપે ચાર રાજ્યોમાં મેળવેલી જીત અને પીએમ મોદી અને કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહના વધી રહેલા ગુજરાત પ્રવાસના પગલે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવવાની શક્યતા જોવાઈ રહી હતી. તેમજ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે અટકળો ચાલી રહી છે. તેવા સમયે સરકારના પ્રવક્તા મંત્રીએ કરેલી સ્પષ્ટતાએ હાલ તો વહેલી ચૂંટણીની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

છેલ્લી ચૂંટણી વર્ષ 2017 બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે યોજાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે અને બહુમત માટે 92 બેઠકો જરૂરી છે. છેલ્લી ચૂંટણી વર્ષ 2017 બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં ભાજપે કુલ 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 77 બેઠકો અને અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી. ગુજરાતમાં હાલમાં 4 કરોડ 35 લાખ 46 હજાર 956 નોંધાયેલા મતદારો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી 2017માં 69.01 ટકા મતદાન થયું હતું. 182 વિધાનસભા બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

આ પણ વાંચો : અમદાવાદ : કેલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવ ‘જૂઈ- મેળો ‘ 2022 ની શાનદાર ઉજવણી

આ પણ વાંચો : Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">