Ahmedabad: દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી

કોવિડની પરિસ્થિતિ બાદ 16 જુલાઈ - 2021થી 5 જુલાઈ, 2022 સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ વિઝિટર્સે ઓનલાઇન બુકિંગ કરાવીને સાયન્સ સિટીની મુલાકાત લીધી છે,

Ahmedabad: દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી
Science City
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા ગઈકાલે ગાંધીનગર (Gandhinagar) ના મહાત્મા મંદિર ખાતેથી ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ નો શુભારંભ કરાવાયો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદ (Ahmedabad) ના સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ અંગે વાત કરતા સાયન્સ સિટીના ડિરેક્ટર નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સાયન્સ સિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે અમદાવાદની સાયન્સ સિટી ખાતે ‘ડિજિટલ ઇન્ડિયા વીક – 2022’ અંતર્ગત અલગ અલગ રાજ્યોથી આવેલા ડેલિગેટ્સની વિઝિટ રાખવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ડિજિટલ ઇન્ડિયા વીક -2022’ અંતર્ગત કેન્દ્ર તથા રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ સ્પેશિયલ પ્રોગ્રામ અંતર્ગત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, દિલ્હી જેવા દેશનાં વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમ એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચર પાર્કની મુલાકાત લીધી હતી.’

સાયન્સ સિટીની વધુ એક સિદ્ધિની વાત કરતા નરોત્તમ સાહુએ કહ્યું કે, કોવિડની પરિસ્થિતિ બાદ 16 જુલાઈ – 2021થી 5 જુલાઈ, 2022 સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ વિઝિટર્સે ઓનલાઇન બુકિંગ કરાવીને સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.’

‘ડિજિટલ ઇન્ડિયા એક મોટું પ્લેટફોર્મ છે. આવનારા દિવસોમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ સરકારના અલગ અલગ વિભાગો મળીને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર પ્રસાર કરશે. આવનારી જનરેશન ડિજિટલ ઇન્ડિયાનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરે તેમ જ તેનો ઉપયોગ કરે તે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે.’ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો

ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના મંચ પરથી વડાપ્રધાન મોદીએ અનેકવિધ નવીન ડિજિટલ પહેલને દેશવાસીઓ માટે ખુલ્લી મુકી હતી. વડાપ્રધાને રીમેટ કંટ્રોલનું બટન દબાવી કુલ સાત પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ડિજીટલ અને ટેકનોલોજીના સેક્ટરોમાં યુવાઓને વધુને વધુ સમાવેશ થઈ રહ્યો છે. યુવાનો ઉત્સાહપુર્વક તેમાં આગળ વધી રહ્યા છે. આવા યુવાઓ પોતાના પ્રોજેક્ટ લઈને અહીં આવ્યા છે. ડિજીટલ ટેક્નોલોજીની દિશામાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">