Ahmedabad: યાત્રાધામ પીરાણાના વિકાસ કામોનું લોકાર્પણ, ફોરલેન રોડ શરૂ કરાયો
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા મુકામે ભગવાન શ્રીનિષ્કલંકી નારાયણના સતપંથ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ તથા સૂફી સંતશ્રી ઇમામશાહ બાવાની 600 વર્ષ જૂની સમાધીનું પવિત્ર યાત્રાધામ આવેલ છે.
પ્રવાસન મંત્રી પૂરણેશ મોદી (Tourism Minister Purnesh Modi) અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસ (development) કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા મુકામે સૂફી સંતશ્રી ઇમામશાહ બાવાની 600 વર્ષ જૂની સમાધીનું પવિત્ર યાત્રાધામ તથા ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણના સતપંથ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ આવેલ છે. ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણ ના દર્શનાર્થે દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સદર યાત્રાધામ સ્થળ અમદાવાદ રીંગરોડથી 5 કિમીના અંતરે કમોડ પીરાણા માર્ગ ઉપર આવેલ છે.
કમોડ-પીરાણા માર્ગ અન્ય જિલ્લા માર્ગ કક્ષાનો માર્ગ છે. તેમજ આ રસ્તા ઉપર બંને બાજુ પર ખૂબ જ પ્રમાણમા ઔદ્યોગિક વિકાસ થયેલ છે. કમોડ પીરાણા માર્ગ ઉપર દર્શનાર્થીઓના તેમજ ઔદ્યોગિક વાહનોની પુષ્કળ પ્રમાણમા અવર જવર થતી હોય દર્શનાર્થે તેમજ ઔદ્યોગિક ટ્રાંફિકને સુગમતા રહે તે માટે હયાત 19 મીટરના રોડનું ચાર માર્ગીયકરણ કરવાની કામગીરી માટે સરકાર દ્વારા 18 કરોડ રૂપિયામાં મંજુર કરી હતી.
આ કામગીરી ખૂબ જ ટૂંકા સમયમા પૂર્ણ કરવામાં આવેલ છે. કમોડ પીરાણા રોડના ચાર માર્ગીયકરણ થવાથી દેશભરમાંથી ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણના દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ સરળતાથી યાત્રાધામની મુલાકાત લઈ શકશે. તેમજ સદર માર્ગ આજુબાજુ ના ગામો જેવા કે પીરાણા , નાઝ, ગિરમથા, મિરોલી, ટીમબા, વસઈ ની અંદાજીત 15437 વસતીને અમદાવાદ શહેર સાથે જોડતો અતિઆવશ્યક માર્ગ હોય ગામોના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
અમદાવાદ ધોળકા હાઈવેથી પ્રેરણાપીઠને જોડતા એવા કુલ 4.10 કિમી લંબાઇના પીરાણા પાલડી કાનકજ ગ્રામ્ય માર્ગનું 1 કરોડના ખર્ચે રિસરફેસિંગ કામ કરવામાં આવ્યું છે પાલડીના લાટથી પીરાણા માર્ગ જે પરાઓના ખેડૂતોને કમોડ -પીરાણા માર્ગ સાથે જોડતા એવા 1.20 કિમી લંબાઈના ગ્રામ્ય કક્ષાનું 25 લાખના ખર્ચે રિસરફેસિંગ કામ પૂર્ણ કરવામા આવેલ છે.જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે..
પીરાણા મુકામે આવેલ ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ કામો જેવા કે હોસ્ટેલ કેમ્પસ ખાતે પેવર બ્લોકની કામગીરી , આંતરીક રસ્તાઓ, પીરાણા તળાવથી ગુરુકુળ વિધ્યાવિહાર ને જોડતા નવીન રસ્તાના કામો, પીરાણા પ્રેરણાપીઠ મંદિર પરીસર ખાતે પેવર બ્લોક તથા આંતરીક રસ્તાના રીસરફેસની કુલ કામગીરી 1.86 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે..વિષેશમાં આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી નિમણૂકથી નવી ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 102 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) તથા 11 અધિક મદદનીશ ઈજનેર (વિધયુત) ને નિમણૂક આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જામનગરના મહારાજાએ પોલેન્ડના 1000 બાળકોને આશ્રય આપ્યો હતો, અત્યારે પોલેન્ડ પાસે આ ઋણ ઉતારવાનો સમય છે