જામનગરના મહારાજાએ પોલેન્ડના 1000 બાળકોને આશ્રય આપ્યો હતો, અત્યારે પોલેન્ડ પાસે આ ઋણ ઉતારવાનો સમય છે

બીજા વિશ્વ યુદ્ધમાં હજારો બાળકો અનાથ બન્યાં હતાં. આવા બાળકો માટે ક્યાંય આશરો નહોતો, જામનગરના રાજા દિગ્વિજયસિંહે બાળકોને શરણ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પ્રસ્તાવ સ્વીકારાયા બાદ 1000 બાળકો જામનગરના શરણે આવ્યાં હતાં. 4 વર્ષ બાદ બાળકો હેમખેમ વતન પોલેન્ડ પરત ફર્યાં હતાં.

જામનગરના મહારાજાએ પોલેન્ડના 1000 બાળકોને આશ્રય આપ્યો હતો, અત્યારે પોલેન્ડ પાસે આ ઋણ ઉતારવાનો સમય છે
મહારાજા બાળકો સાથે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 1:23 PM

યુક્રેન-રશિયા (Ukraine-Russia) યુદ્ધની સ્થિતિના કારણે ભારતના વિદ્યાર્થીઓ પોલેન્ડ (Poland) માં માર્ગે ભારતમાં આવવા માટે પોલેન્ડની બોર્ડર પર પહોંચ્યા ત્યારે પોલેન્ડની આર્મીએ તેઓને અટકાવી દીધા હોય તેવા વીડિયો વિદ્યાર્થીઓ (Students)  દ્વારા મોકલાી રહ્યા હતા, ત્યારે પોલેન્ડને બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના મહારાજાએ જે મદદ કરી હતી. પોલેન્ડના શરણાર્થીઓ અને અનાથ બાળકો માટે તેમના ઘર થી દૂર એક ઘર આપ્યું હતું. એ વાત તે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના જામનગર (તે સમયના નવાનગર) ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પોતે આઝાદ ન હતું છતાંય લગભગ 1000 જેટલા પોલિશ શરણાર્થીઓને આશરો આપ્યો. આ શરણાર્થીઓ અહીં વર્ષ 1942 થી 1946 સુધી માન અને આઝાદી સાથે રહ્યા. બાલાચડીના કેમ્પમાં રહેલ શરણાર્થીઓના દિલમાં હજુય આ કથા જીવંત છે.

ભારત -પોલેન્ડના ઐતિહાસિક સંબંધ પર બનેલ દસ્તાવેજી ફિલ્મ ‘A Little Poland in India’એ બાલાછડીમાં રહેલ પોલિશ શરણાર્થીઓની અહીં ગુજારેલ જીવનની ઝાંખી કરાવે છે. પોલેન્ડના વોરસોમાં સ્થાયી થયેલ આ ઉંમરલાયક શરણાર્થી તેમના “ઘર ” જામનગર સાથે જોડાયેલ લાગણીભરી યાદો – વાતો રજૂ કરી છે. તેઓ અનાથ અને શરણાર્થી હોવા છતાં જામ સાહેબની છત્રછાયા માં તેમને મળેલ પ્રેમ , સવેંદનશીલતા અને સુરક્ષા એ તેમના અહીં રહેવાસના 4 વર્ષોને જીવનના સોનેરી વર્ષો બનાવી દીધા હતાં. તેઓ જામ સાહેબને આજ પણ પિતા તુલ્ય ગણે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ વાત છે બીજા વિશ્વયુદ્ધના સમયની. ત્યારે આ જર્મની અને સોવિયેત રશિયાએ સાથે મળીને 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો હતો. બેનેની સેનાએ વારાફરતી પોલેન્ડને ધમરોળ્યું અને પોલેન્ડ પર રશિયા અને જર્મની એ કબ્જો જમાવી લીધો હતો. આ લડાઈમાં પોલેન્ડના સૈનિકોની મોટી ખુવારી થઈ. હજારો બાળકો અનાથ બન્યાં. આ બાળકોને વિવિધ કેમ્પમાં રાખાયાં હતાં. જોકે ત્યાંની સ્થિતિ પણ દયનિય હતી.

Maharaja Jamnagar sheltered 1000 Polish children but Poland forgot this

જામનગરમાં રહી ગયેલાં કેટલાક બાળકો સાત દાયકા બાદ 2018માં એક કાર્યક્રમાં જામનગર આવ્યાં હતાં.

બે વર્ષ સુધી એટલે કે 1941 સુધી તો કેમ્પ ચાલ્યા પણ બાદમાં રશિયા એ કેમ્પ ખાલી કરી દેવા ફરમાન કર્યું. ત્યારે આવા બાળકો માટે ક્યાંય આશરો નહોતો. દરમિયાન બ્રિટનમાં વૉર કેબિનેટની બેઠક મળી જ્યાં આ બાળકોનો મુદ્દો ચાલ્યો. આ બેઠકમાં જામનગર (Jamnagar) ના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા હાજર હતા. આ બેઠકમાં સૌ કોઈ બાળકોનું શું કરવું એ વિચારતા હતા. ત્યારે નવાનગરના રાજા દિગ્વિજયસિંહે બાળકોને પોતે શરણ આપશે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ સ્વીકારાયા બાદ બાળકોને જામનગર પહોંચાડવા કવાયત શરૂ કરાઇ હતી. જેમાં વર્ષ 1942ની શરૂઆતમાં 170 અને ધીરે-ધીરે 1000 બાળકો જામનગરના શરણે આવ્યા હતા. આ બાળકોને જામનગરથી આશરે 25 કિમી દૂર બાલાચડી ખાતે આશરો આપ્યો હતો. જે અત્યારે સૈનિક સ્કૂલ તરીકે પ્રખ્યાત છે.

દિગ્વિજયસિંહ તેમના પાલક પિતા બન્યા

બાળકો અનાથ હતા માટે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ તેમના પાલક પિતા બન્યા.  આ કેમ્પમાં બાળકોની તેમની પરંપરા પ્રમાણે ઉછેર કરાયો હતો. તેમના ધર્મ મુજબના તહેવારો પણ દિગ્વિજયસિંહ સારી રીતે ઉજવવા વ્યવસ્થા કરતા હતા. સારામાં સારી રહેવાની સુવિધા સાથે ભોજન અને વસ્ત્રો પણ રાજા દ્વારા પૂરા પાડવામાં આવતાં હતાં. આ સમયે ભારત પોતે અંગ્રેજોનું ગુલામ હતું છતાં મહારાજાએ બ્રિટનની કોઈ મદદ લીધી ન હતી. બાદમાં પોલેન્ડ સોવિયેત યુનિયનનો હિસ્સો બન્યું, બીજું વિશ્વ ખતમ થયું અને બાળકો હેમખેમ વતન પોલેન્ડ પરત ફર્યા.

પોલેન્ડે રાજાને સર્વોચ્ચ સંન્માન આપ્યું હતું

જે વાતને પોલેન્ડે શરૂઆતમાં નહિ પણ 1989માં સોવિયેતથી અલગ થયા બાદ બિરદાવી હતી. રાજા દિગ્વિજયસિંહના નામમાં રાજધાની વોરસો ખાતે એક ચોકનું નામ ને એક પાર્કનું નામ રાજા દિગ્વિજયસિંહના નામ પર રાખ્યું હતું. ઉપરાંત રાજા દિગ્વિજયસિંહને મરણોપ્રાંત સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર્સ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરીટથી સન્માનિત કર્યા છે.

આ પણ વાંચો: Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

આ પણ વાંચો: Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">