Ahmedabad: વાવાઝોડાની ટ્રેન વ્યવહાર પર અસર, વધુ એક ટ્રેન રદ અને એક શોર્ટ ટર્મિનેટ કરાઈ
વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા વધુ એક ટ્રેન રદ અને એક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. તેમજ એક ટ્રેન તેના સ્ટેશન કરતા અન્ય સ્ટેશન પરથી ઉપડશે.
Ahmedabad: બિપરજોય વાવાઝોડાએ (Biparjoy Cyclone) ગુજરાતમાં તબાહી સર્જી છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે વાહનવ્યવહારને અસર પડી છે, તો વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા વધુ એક ટ્રેન રદ અને એક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. તેમજ એક ટ્રેન તેના સ્ટેશન કરતા અન્ય સ્ટેશન પરથી ઉપડશે.
પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત વિસ્તારમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક વધુ ટ્રેનોના સંચાલનને રદ કરવાનો અને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. જેના પગલે વધુ એક ટ્રેન રદ અને એક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ પહેલા ગઈકાલે પણ પશ્ચિમ રેલવેએ 12 ટ્રેન કેન્સલ કરી હતી. જ્યારે 3 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. તો 7 ટ્રેન નજીકના અન્ય સ્ટેશનથી શરૂ કરવામાં આવશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જનારી ટ્રેન પર અસર થઈ છે.
એક ટ્રેન રદ અને એક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ
16મી જૂન 2023ના રોજ ભુજથી ઉપડતી ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન ભુજને બદલે ગાંધીધામથી ઉપડશે. આ ટ્રેન ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તો ટ્રેન નંબર 12474 વૈષ્ણો દેવી કટરા – ગાંધીધામ સર્વોદય એક્સપ્રેસ ટ્રેન 15 જૂનના રોજ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 12473 ગાંધીધામ – વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ તા.17 જૂનના રોજ ગાંધીધામને બદલે અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ પણ વાંચો કચ્છમાં વાવાઝોડા બાદ જોવા મળ્યા તબાહીના દ્રશ્યો, પતરા ઉડ્યા, વીજપોલ પડ્યા, જૂઓ Photos
ટ્રેનો રદ થવાથી ભારતીય રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન
ચક્રવાતને કારણે પશ્ચિમ રેલવેએ 18 જૂન સુધી લગભગ 100 ટ્રેનો રદ કરી છે. જેના કારણે ભારતીય રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ટ્રેનો રદ થવાને કારણે રેલવેએ મુસાફરોને ટિકિટ રિફંડ કરવી પડશે. લોકડાઉન દરમિયાન પણ રેલવેને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. નિષ્ણાતોના મતે રદ કરાયેલી ટ્રેનોની સંખ્યામાં વધારો થઈ શકે છે.