AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્થિક સંકળામણે બનાવ્યા આરોપી! વૃદ્ધાના ઘરમાં ધુસીને મહિલાએ ચપ્પુની અણીએ કરી સોનાની લૂંટ

આર્થિક સંકળામણ એક સામાન્ય વ્યક્તિને ગુનાખોરી તરફ પ્રેરિત કર્યો હોવાનો કિસ્સો - વીસીનાં રૂપિયા ભરવાના હોવાથી મહિલા ઘરઘાટીએ અગાઉ કામ કરતા ઘરમાં લૂટ ચલાવી.

આર્થિક સંકળામણે બનાવ્યા આરોપી! વૃદ્ધાના ઘરમાં ધુસીને મહિલાએ ચપ્પુની અણીએ કરી સોનાની લૂંટ
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 13, 2024 | 5:59 PM
Share

શાહીબાગ વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધાના ઘરમાં ધુસીને એક મહિલાએ સોનાની બંગડીની લૂંટ કરી હતી, જે મામલે પોલીસે સીસીટીવી અને અન્ય તપાસ કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે.

ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે મહિલા

આરોપી મહિલાએ આ લૂંટને કેમ અંજામ આપ્યો તે પુછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શાહીબાગ પોલીસની ગીરફ્તમાં આવેલી આ મહિલાનું નામ લીલાબેન ભીલ છે. આ મહિલા આમ તો ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે તેણે એક લૂંટ જેવા મોટા ગુનાને અંજામ આપ્યો હોવાથી તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

ગત 10 જૂનના રોજ શાહીબાગમાં આવેલા સંતવિહાર ટાવરમા રાધાબેન જગનાની નામનાં વૃદ્ધા ઘરમાં હાજર હતા ત્યારે બપોરના સમયે આ મહિલાએ ઘરમાં પ્રવેશી ચપ્પુની અણીયે તેઓના હાથમાં રહેલી દોઢ લાખની કિંમતની સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી.

શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

આરોપી મહિલાએ પહેલા ઘરમાં પ્રવેશ કર્યો અને વૃદ્ધા પાસે રહેલી બંગડી પડાવવાનો પ્રયાસ કર્યો. જે ઝપાઝપીમાં વૃદ્ધાને હાથમાં ચપ્પુ વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી અને વૃદ્ધાએ પરિવારના સભ્યોને જાણ કરતા આ મામલે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટીમો બનાવી અંતે મહિલાને શાહીબાગ પાસેથી જ ઝડપી પાડી હતી.

30 હજાર રૂપિયા ભરવા લૂંટ

આ મામલે મહિલાની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે તે થોડા મહિનાઓ અગાઉ આ જ ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી હતી. થોડા સમય બાદ તેણે કામ પર આવાનું બંધ કરી નાખ્યું હતુ. જોકે તેને વીસીના 30 હજાર રૂપિયા ભરવા હોય અને પોતાની પાસે આટલા પૈસા ન હોવાથી તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. તે આ ઘરમાં કામ કરી ચુકેલી હોવાથી તેને ઘરના સભ્યો અને તમામ બાબતોની જાણકારી હોવાથી આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. હાલ તો પોલીસે મહિલાની ધરપકડ કરી લૂંટમાં ગયેલા દાગીના રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">