ચેતવણીરૂપ કિસ્સો : ઓનલાઇન ગેમની લતના લીધે ધોરણ 10નો અભ્યાસ ખોરંભે ચઢ્યો, શ્રીનગરથી મિત્રને મળવા સગીર Ahmedabad પહોંચ્યો
ઓનલાઇન ગેમની લત બાળકોમાં કેટલી ખતરનાક હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીરથી ઓનલાઇન ગેમનાં મિત્રોને મળવા અમદાવાદ આવ્યો હતો. જેમાં ધો.10 ની પરીક્ષામાં તૈયારી નહિ થતા ઘરેથી નીકળી ગયો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી એક સગીર છોકરો અમદાવાદ ખાતે તેના ફ્રી-ફાયર અને પબજી ગેમના મિત્રોને મળવા પહોંચ્યો. સગીર છોકરો તેના માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. સગીર છોકરાને સરસપુર ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો.
ઓનલાઇન ગેમની લત બાળકોમાં કેટલી ખતરનાક હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીરથી ઓનલાઇન ગેમનાં મિત્રોને મળવા અમદાવાદ આવ્યો હતો. જેમાં ધો.10 ની પરીક્ષામાં તૈયારી નહિ થતા ઘરેથી નીકળી ગયો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી એક સગીર છોકરો અમદાવાદ ખાતે તેના ફ્રી-ફાયર અને પબજી ગેમના મિત્રોને મળવા પહોંચ્યો. સગીર છોકરો તેના માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. સગીર છોકરાને સરસપુર ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો.
માતા પિતાને કહ્યા વગર જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી અમદાવાદ આવી પહોંચ્યો
જેમાં સામાન્ય રીતે અત્યારના સમયમાં બાળકો ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયા હોવાના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ઓનલાઇન ગેમને કારણે વિદ્યાર્થીઓ ભણતર સહિત અન્ય પ્રવૃત્તિઓ સાઈડમાં મુકી ગેમના દૂષણનો ભોગ બની રહ્યા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સામે આવ્યો છે. એક તરફ આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 તેમજ 12 ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આવા સમયે ઓનલાઇન ગેમના રવાડે ચડેલો જમ્મુ કાશ્મીરનો એક 17 વર્ષનો છોકરો તેના માતા પિતાને કહ્યા વગર જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી અમદાવાદ આવી પહોંચ્યો. આ સગીર છોકરો તેના free fire અને pubg ગેમના મિત્રોને મળવા છેક શ્રીનગર થી અમદાવાદ પહોંચી ગયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સગીર છોકરાને સરસપુર ખાતેથી શોધી કાઢ્યો હતો.
શ્રીનગરમાં સગીર છોકરાના માતા પિતાએ સદર પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયો હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી તેના જ આધારે શ્રીનગર પોલીસ પણ આ સગીર છોકરાને શોધવા કાર્યવાહી શરૂ કરી હતી. જે દરમિયાન આ સગીર છોકરો ગુજરાતમાં હોવાની જાણ થતા શ્રીનગર પોલીસની ટીમ પણ ગુજરાત આવી હતી અને સગીર છોકરાની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સગીર છોકરાને સરસપુર ખાતેથી શોધી કાઢ્યો હતો. પહેલા શ્રીનગર પોલીસને આ સગીર છોકરો ગોધરા હોવાની માહિતી મળતા શ્રીનગર પોલીસની ટીમ ગોધરા ખાતે છોકરાની શોધખોળ હાથ ધરી હતી.
મોબાઇલ ફોનમાં ફ્રીફાયર તથા પબજી ગેમ રમતો હોવાથી ધોરણ 10 ની પરીક્ષાની તૈયારી કરી હતી નહિ.
જેની બાદ આ છોકરો અમદાવાદ હોવાની માહિતીને આધારે શ્રીનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ શોધખોળ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં આ છોકરાને ગઇકાલે સરસપુર ખાતેથી શોધી કાઢી શ્રીનગર પોલીસને સોંપી તેના વાલી સાથે સંપર્ક કરાવ્યો હતો. આ છોકરો જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે તેના માતા પિતા સાથે રહે છે અને ધોરણ 10 માં શ્રીનગર અભ્યાસ કરે છે. આગામી દિવસોમાં ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ થવાની છે પરંતુ આ છોકરો મોબાઇલ ફોનમાં ફ્રીફાયર તથા પબજી ગેમ રમતો હોવાથી ધોરણ 10 ની પરીક્ષાની તૈયારી કરી હતી નહિ.
પોલીસ કર્મચારી તથા ગુમ થનારના પિતાને આ છોકરો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોંપ્યો હતો
જેથી આ છોકરો ગત 6 માર્ચના બપોરના કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગતો હતો. તે ઘરેથી નિકળ્યા બાદ તેના ફ્રીફાયર તથા પગજી ગેમના મિત્રને મળવા માટે 10 માર્ચના ના રોજ અમદાવાદ આવ્યો હતો અને આજે આ છોકરો નેપાળ ખાતે તેના નાના-નાનીના ઘરે જવા માટે નિકળયો હતો. સગીર છોકરાને જમ્મુ અને કશ્મીર રાજ્યના શ્રીનગર જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સગીર છોકરાની ફરિયાદની તપાસમાં આવેલા પોલીસ કર્મચારી તથા ગુમ થનારના પિતાને આ છોકરો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોંપ્યો હતો.
આ પણ વાંચો : Gujarati Video : સુરતના કડોદરામાં જવેલર્સના શૉ રૂમમાં ફિલ્મી ઢબે ચોરી, CCTV ફુટેજમાં જોવા મળ્યા બે બુકાનીધારી વ્યક્તિ