Breaking News: રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા ઘર્ષણનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

Ahmedabad: રાજ્યમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં નાના-મોટા ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘર્ષણનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમા અરજદારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

Breaking News: રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા ઘર્ષણનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 4:10 PM

તાજેતરમાં ગુજરાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા રમખાણોનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં અરજદારે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. વડાલી, છત્રાલ, હિંમતનગરમાં ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનામાં થયેલા ઘર્ષણનો પણ ઉલ્લેખ થયો છે. પૂરતો બંદોબસ્ત ન હોવાથી રમખાણો થતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. રાજ્યમાં સતત વધી રહેલા રમખાણને લઈને પણ અરજદારે સવાલ ઉઠાવ્યાં છે.

રાજ્યમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વડોદરામાં બે વિસ્તારોમાં અલગ અલગ સમયે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ જ પ્રકારે રાજ્યમાં વડાલી, છત્રાલ, હિંમતનગર, ખંભાત અને પેટલાદ અને ઉનામાં પણ નાનીમોટી ઘર્ષણની ઘટના સામે આવી હતી. ધાર્મિક કાર્યક્રમો દરમિયાન રેલી, જુલુસ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન આ પ્રકારની ઘટનામાં પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાની આક્ષેપ કર્યો છે. જેમા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્યમાં રામનવમી વડાલી, છત્રાલ, હિંમતનગર, ખંભાત પેટલાદ, વડોદરા અને ઉનામાં થયેલા ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસનો અપૂરતો બંદોબસ્ત હોવાને કારણે રમખાણો થતા હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: Breaking News : ઉનામાં રામનવમી પર્વ પર ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની કરી ધરપકડ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અરજદારે તેની અરજીમાં ટાંક્યુ છે કે 22 એપ્રિલના રોજ પરશુરામ જયંતિ અને રમઝાન ઈદની ઉજવણીમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોમી તોફાનોને લઈને પણ અરજદારે સવાલ ઉઠાવ્યા છે. તેમણે લોકસભામાં મુકાયેલા પાછલા વર્ષોમાં થયેલા રમખાણોના આંકડા પણ હાઈકોર્ટમાં રજૂ કર્યા છે. રાજ્યમાં વર્ષ 2018માં કોમી રમખાણોના 39 બનાવ બન્યા હતા. જ્યારે વર્ષ 2019માં કોમી રમખાણોના 22 બનાવ અને વર્ષ 2020માં 23 બનાવ બન્યા હોવાની અરજદારે રજૂઆત કરી છે. આગામી દિવસોમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">