Vadodra : રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ પોલીસે તોફાનીઓને કરી હતી દેવાવાળી, જુઓ Video
વડોદરામાં (Vadodara News )30 માર્ચે પથ્થરમારા બાદ પોલીસે કરેલી કાર્યવાહીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં જોવા મળ્યુ છે કે પથ્થરમારો કરનારા અસાજીક અને તોફાની તત્વો સામે પોલીસે કેવી કડક કાર્યવાહી કરી હતી.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં બે વાર પથ્થરમારો થયો હતો. ત્યારે વડોદરામાં ગત 30 માર્ચે પથ્થરમારા બાદ પોલીસે કરેલી કાર્યવાહીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં જોવા મળ્યુ છે કે પોલીસ પથ્થરમારો કરનાતા તત્વો સામે કેવી કડક કાર્યવાહી કરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પથ્થરમારા બાદ પોલીસે મોર્ચો સંભાળી લીધો હતો. પોલીસે તોફાન મચાવી રહેલા તત્વો પર લાઠીચાર્જ કર્યો હતો. રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળે શોભાયાત્રા યોજી હતી. આ શોભાયાત્રા દરમિયાન પથ્થમારો શરૂ થયો હતો.
આ પણ વાંચો- Gujarati Video : વડોદરામાં બે જોડકી બહેનો ગુમ થવા મામલે નવો ખુલાસો, એક યુવતીએ લગ્ન કરી લીધાં, જુઓ Video
વડોદરામાં બે વાર પથ્થરમારો
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં બે વાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી હતી.
રામ નવમીના દિવસે થયેલા પથ્થરમારામાં પોલીસની કાર્યવાહીના વીડિયો વાયરલ#GujaratPolice #Vadodara #Gujarat #TV9News pic.twitter.com/3M7qttj1Dj
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2023
અહેવાલ રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ કરાયો હતો
ઘટના મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો હતો અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.
પથ્થરમારો અને ઘર્ષણ મામલે થઇ હતી SITની રચના
પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી હતી. જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે. મહત્વનું છે કે શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળે પથ્થરમારાની ઘટના સામે આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…