Breaking News: રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, રાજકોટ, અમરેલી, બનાસકાંઠામાં કરા પડવાની સંભાવના

Weather Updates: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એકિટવિટી પણ રહેશે. તો રાજકોટ, અમરેલી, બનાસકાંઠામાં કરા પડવાની સંભાવના છે.

Breaking News: રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, રાજકોટ, અમરેલી, બનાસકાંઠામાં કરા પડવાની સંભાવના
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 06, 2023 | 5:05 PM

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 1 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે. અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, અને સુરતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે.

3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી

હાલમાં ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન છે. જે 9 માર્ચ બાદ ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને ફોરકાસ્ટ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ સાથે હેલસ્ટ્રોમ થવાની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

આ પણ વાંચો: Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના

આ તરફ સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હચા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.  ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.

માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ

કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે. જેમા ચણા, મકાઈ અને ઘઉંના પાકને નુકસાન જવાની ભીતિ છે. જ્યારે જીરુ ધાણા, કપાસ અને દિવેલાના પાકમાં પણ માવઠુ મુશ્કેલી સર્જી શકે છે. આ તરફ આંબામાં પણ ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરસાદી ઝાપટાથી આંબા પર આવેલો મોર પણ ખરી જાય છે. જેના કારણે કેરીના પાકને પણ નુકસાન ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બાગાયતી પાકોમાં કેરી અને તરબુચને પાકને નુકસાન જવાની સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">