AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક, ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું

Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:32 AM
Share

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ 4 માર્ચ થી તારીખ 6 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતોને પાકને સુરક્ષિત જગ્યાએ મૂકવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા જણાવવામાં આવ્યું છે.

કમોસમી વરસાદમાં પાકના રક્ષણ માટે ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખે

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ 4  માર્ચ થીતારીખ 6 માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અને સૌરાષ્ટ અને કચ્છ વિસ્તારના કચ્છ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન અને કમોસમી માવઠું – સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા હોય છે. તેમ છતાં આ મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક, ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસે દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

આ અંગે વધુ જાણકારી  વિસ્તારના ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક , કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર1800-1801-551 ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

વિથ ઇનપુટ: પ્રિતેશ પંચાલ, દાહોદ, ટીવી9

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">