AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાંથી મળી આવ્યો ગાંજાનો છોડ, NSUIના કાર્યકરો દ્વારા પકડી પડાયા છોડ, શિક્ષાના ધામમાં કોણ લાવ્યુ ગાંજો?

Ahmedabad: રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. યુનિવર્સિટીમાં D બ્લોક પાસેથી ગાંજાના બે છોડ મળ્યા છે. NSUIના કાર્યકરોએ આ ગાંજાના છોડ પકડી પાડી સમગ્ર પ્રકરણ સૌની સામે લાવ્યુ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Aug 07, 2023 | 5:15 PM
Share

Ahmedabad: રાજકોટની મારવાડી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયુ છે. ત્યારે વધુ એક શિક્ષાના ધામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે.

શિક્ષાના ધામમાં કોણ લાવ્યુ ગાંજો ?

હાલ તો આ ગાંજાનો છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા છે NSUIના કાર્યકરો દ્નારા આ ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે?

NSUI દ્વારા ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા

શું યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરુ રચાઈ રહ્યુ છે ? તે પણ આશંકા સેવાઈ રહી છે. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીમાં માત્ર આ બે જ છોડ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. NSUI દ્વારા સમગ્ર આ ગાંજાના છોડ પકડી પાડ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના અહીં પહોંચ્યા હતા.

યુનિવર્સિટી કેમ્પસ હોસ્ટેલની તદ્દન નજીકમાંજ સાત ફુટનો ગાંજાનો છોડ મળ્યો

યુનિવર્સિટીમાં આવેલી વિદ્યાર્થીઓની હોસ્ટેલની તદ્દન બાજુમાંથી જ આ સાતેક ફુટ લાંબો ગાંજાનો છોડ મળી આવ્યો છે. આ છોડને ઉછેરવા માટે તેને પાણી અને છાશ પિયત તરીકે અપાતી હતી તેવો પણ NSUIનો આક્ષેપ છે. એક તરફ રાજ્યમાં માદક નશીલા પદાર્થોની હેરાફેરી અટકે તેના માટે વિવિધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો સતત બીજીવાર શિક્ષણના ધામમાં ગાંજો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા

ત્રણેક મહિના પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી પણ મળ્યો હતો ગાંજાનો છોડ

સાડા ત્રણ મહિના પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કથિત ગાંજાના છોડ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા સ્થળ પર જ આ છોડનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ત્યારે આ છોડના પરીક્ષણનું પરીણામ નેગેટીવ આવ્યુ હતું. જે બાદ આ છોડને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. જે છોડને લઈને હવે FSLના રિપોર્ટમાં આ છોડ ગાંજોના હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
g clip-path="url(#clip0_868_265)">