Breaking News: અમદાવાદ: બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ કરાયો જાહેર
Ahmedabad: બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ ભભુકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અમદાવાદ લાગી છે. આગને પગલે ફાયર બ્રિગેડ 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે.
30થી વધુ ફટાકડાની ફેક્ટરીમાં ભભુકી આગ
આગ એટલી વિકરાળ હતી કે 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. વિકાસમાં એસ્ટેટમાં 30 જેટલી ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. આગને કારણે ગરમીનું પ્રમાણ પણ વધુ છે.
આગની જ્વાળાઓના કારણે સ્થાનિકો વિસ્તાર છોડવા મજબુર બન્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બાજુની ફેક્ટરીમાં કર્મચારીઓ ફસાયેલા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં લાયસન્સ વિના ગેરકાયદે ફટકડાની ફેક્ટરી ધમધમી રહી છે. અને મંજૂરી વિના મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ફેક્ટરીમાં રાખવામાં આવી રહ્યો છે. ફેક્ટરીની બાજુમાં આવેલા મકાનોમાં પણ આગ પ્રસરી રહી છે. આગની જ્વાળાઓના કારણે અસહ્ય ગરમી લોકોને દઝાડી રહી છે અને લોકો અહીં રહી શકે તેવી સ્થિતિમાં નથી અને વિસ્તાર છોડી દૂર સ્થળાંતર કરવા લાગ્યા છે. છેલ્લા દોઢ કલાકથી આગ લાગી હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.
20થી 25 દારૂખાનાના ગોડાઉનમાં મંજૂરી કરતા વધુ જથ્થો રખાયો હોવાના આક્ષેપ
રહેણાંક અને ગીચ વિસ્તાર હોવાથી વિકરાળ આગમાં લોકોના જાનમાલનું પણ નુકસાન રહેલુ છે. 5 થી વધુ ફેક્ટરીઓમાં પણ આગ લાગેલી છે. વિકાસ એસ્ટેટમાં દારૂખાનાના 20થી25 વધુ ગોડાઉન આવેલા છે. જેના કારણે આગ વધુને વધુ ફેલાઈ રહી છે. ફટાકડાની ફેક્ટરી હોવાથી સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે. કેટલાક પતરા પણ ઉડી ગયા છે. ચારેતરફથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની જહેમતમાં લાગેલી છે.
ફટાકડાના કારણે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે. કેટલીક ફેક્ટરીઓના પતરા ઉડી ગયા
વિકાસ એસ્ટેટમાં લાયસન્સ વગર, કોઈ જાતની પરમિશન વગર 20થી 25 ફટાકડાના ગોડાઉન ચાલતા હતા જેમા મંજૂરી કરતા પણ વધુ સ્ટોક રાખવામાં આવ્યો હતો જેના કારણે જ આગ વધુ વિકરાળ બની છે. આ ગેરકાયદે ધમધમતી ફેક્ટરી સામે કોંગ્રેસના નેતા હિંમતસિંહે પણ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છેે, તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આરોપો ફગાવ્યા છે.
ભીષણ આગમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે અને ફાયર બ્રિગેડના ઓફિસરને પણ ઈજા પહોંચી હતી. તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં. હાલ આગમાં કોઈ ફસાયેલુ છે કે કેમ તેને લઈને પણ હાલ કોઈ માહિતી સામે આવી નથી.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…