Gujarati video : કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શન મોડ પર, અલાયદો વોર્ડ તૈયાર કરાયો

આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં (Ahmedabad) તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ત્યારે ઓરેન્જ એલર્ટને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: May 10, 2023 | 1:22 PM

ગુજરાતમાં (Gujarat) આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ત્યારે ઓરેન્જ એલર્ટને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Ahmedabad : ઉનાળામાં ગરમીને લગતી બીમારીઓના કેસમાં વધારો, 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ નોંધાયા

AMC દ્વારા સિવિલમાં ગરમીથી લોકોને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ અંગે માહિતી આપવામાં આવી છે. સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 12 બેડનો વોર્ડ ટ્રોમા સેન્ટર ખાતે ઊભો કરાયો છે. સારવાર માટે વોર્ડમાં જ તમામ દવાઓ અને જરૂરી સાધનો ઊભા કરાયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">