Breaking News: અમદાવાદ: આનંદનગર રોડ પર આવેલ ધનંજય ટાવરમાં ત્રીજા માળે લાગી આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: આનંદનગર રોડ પર આવેલા ધનંજય ટાવરમાં ત્રીજા માળે આગ લાગી છે. આગ બુજાવવા માટે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આગ બુજાવવાની સાથે રેસક્યુ કામગીરી પણ શરૂ કરાઈ છે.
અમદાવાદમાં આનંદનગર રોડ પર આવેલા ધનંજય ટાવરમાં ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની સાથે રેસક્યુ ઓપરેશનની કામગીરી પણ શરૂ છે. ફાયર બ્રિગેડ દ્વારા પ્લેટફોર્મ વ્હીકલની પણ મદદ લેવાઈ રહી છે.
આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની સાત જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. આ ઉપરાંત ઘણાં લોકો ટાવરમાં ફસાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ તમામ લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંંડળની ઓફિસમાં લાગી આગ
આ તરફ ગાંધીનગરમાં પણ એક આગની ઘટના સામે આવી છે ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગી હતી. કર્મયોગી ભવનમાં આવેલી ઓફિસમાં આગ લાગી હતી. આગને પગલે બે ફાયર ફાઈટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી. જો કે આ આગમાં સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. આગને કારણે ફર્નિચર અને વહીવટી દસ્તાવેજોને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો દાવો
ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ફર્નિચર બળી જવાના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગતા જ તુરંત ફાયર બ્રિગેડ આવી જતા વધુ નુકસાન થવા પામ્યુ નથી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામા આવી હોય તે પરીક્ષાની ઉત્તરવહીઓ અને પેપર્સ સ્ટ્રોંગ રૂમમાં સચવાયેલા હોય છે. જો કે ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીના જણાવ્યા મુજબ સ્ટ્રોંગ રૂમ સહી સલામત છે. આગ ત્યાં સુધી પ્રસરી નથી અને તમામ ઉત્તરવહીઓ સલામત છે.
આ પણ વાંચો: Breaking News: ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ, સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો કરાયો દાવો- Video
એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનુ અનુમાન
બપોરના ત્રણ વાગ્યા આસપાસ આ આગ લાગી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા જ ઓફિસમાં હાજર સ્ટાફ બહાર દોડી જતા કોઈ જાનહાની થવા પામી નથી અને આગ પર કાબુ પણ કરી લેવામાં આવ્યો છે. જરૂર જણાયે સ્ટ્રોંગરૂમને પણ સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાશે તેમ ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીએ જણાવ્યુ હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…