AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વરસાદ બાદ અમદાવાદમાં વધ્યા આંખ આવવાના કેસ, છેલ્લા 10 દિવસમાં 40 ટકાનો વધારો

વરસાદ (Rain) બાદ બીમારીઓનું પ્રમાણ પણ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને આંખ આવવાના કેસ એટલે કે કન્જક્ટિવાઇટિસના (Conjunctivitis) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના 15થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

Breaking News : વરસાદ બાદ અમદાવાદમાં વધ્યા આંખ આવવાના કેસ, છેલ્લા 10 દિવસમાં 40 ટકાનો વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 2:06 PM
Share

Ahmedabad : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023) જમાવટ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બધા જ જિલ્લામાં સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. જો કે બીજી તરફ વરસાદ (Rain) બાદ બીમારીઓનું પ્રમાણ પણ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને આંખ આવવાના કેસ એટલે કે કન્જક્ટિવાઇટિસના (Conjunctivitis) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના 15થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

આ પણ વાચો –મોરબી જિલ્લા ભાજપમાં ભડકો યથાવત, MLAની ગેરહાજરીમાં સાંસદે કહ્યું- ગાડા નીચે જતા શ્વાને એવું ન સમજવું કે ભાર તેના પર છે!

અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. મચ્છર અને પાણીજન્ય રોગચાળા સાથે કન્જક્ટિવાઇટિસના કેસ પણ નોંધાઇ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે કન્જક્ટિવાઇટિસના કેસમાં 40 ટકા જેટલો વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ સિવિલમાં કન્જક્ટિવાઇટિસના રોજ માંડ એક કે બે કેસ આવતા હતા. તેના સ્થાને અત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજ 15થી વધુ કેસ આવી રહ્યા છે.

કન્જક્ટિવાઇટિસના કેસ વધતા આંખમાં નાખવાના ડ્રોપ્સની દવાની ખરીદીમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. જો કે તબીબો દ્વારા લોકોને ડોક્ટરની સલાહ વિના કોઇપણ ડ્રોપ્સ ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ આ વાયરલ ઇન્ફેક્શનને લઇને સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

શું છે કન્જક્ટિવાઇટિસના લક્ષણો ?

  • કન્જક્ટિવાઇટિસમાં આંખોમાં સતત ખૂંચ્યા કરે છે.
  • આંખોમાં સતત ખંજવાળ આવ્યા કરે છે.
  • આંખોમાંથી સતત પાણી પડ્યા કરે છે
  • આંખોમાં લાલાશ રહે છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે આંખમાં રહેલા મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખમાં સોજો આવે છે. જેના કારણે આંખો લાલ થઇ જાય છે. આંખમાં ખંજવાળ આવવાથી ક્યારેક કેટલાક લોકો આડેધડ કોઇપણ ટીપા નાખી દેતા હોય છે. ત્યારે ડોક્ટરના માર્ગદર્શન વગર દર્દીઓ કોઇપણ ટીપા ન નાખવા તબીબોએ અપીલ કરી છે.

શું સાવચેતી રાખવી ?

  • કન્જક્ટિવાઇટિસના દર્દીના રુમાલ કે આંખના ટીપાનો અન્ય વ્યક્તિએ ઉપયોગ ન કરવો
  • દર્દીએ વારંવાર હાથ ધોતા રહેવું જોઇએ
  • આંખોને વારંવાર ઘસવી ન જોઇએ
  • દર્દીએ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ટાળવો જોઇએ

g clip-path="url(#clip0_868_265)">