મોરબી જિલ્લા ભાજપમાં ભડકો યથાવત, MLAની ગેરહાજરીમાં સાંસદે કહ્યું- ગાડા નીચે જતા શ્વાને એવું ન સમજવું કે ભાર તેના પર છે!

વાંકાનેર ખાતે યોજાયેલા કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક જુથવાદ ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યો હતો. સન્માન સમારોહમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

મોરબી જિલ્લા ભાજપમાં ભડકો યથાવત, MLAની ગેરહાજરીમાં સાંસદે કહ્યું- ગાડા નીચે જતા શ્વાને એવું ન સમજવું કે ભાર તેના પર છે!
Morbi BJP
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 18, 2023 | 1:09 PM

Morbi : એક તરફ આજે રાજ્યસભાના સાંસદ (MP) તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરાયા છે અને બીજી તરફ કેસરીદેવસિંહ ઝાલાની નિયુક્તિ વચ્ચે પણ મોરબી જિલ્લા ભાજપનો જુથવાદ પુરૂ થવાનું નામ લેતો નથી.

આ પણ વાંચો Morbi Rain : કેનાલ ઓવરફ્લો થતા કારમાં બે લોકો ફસાયા, ફાયર વિભાગની ટીમે કર્યુ રેસ્ક્યૂ, જુઓ Video

રવિવારના રોજ વાંકાનેર ખાતે યોજાયેલા કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક જુથવાદ ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યો હતો. સન્માન સમારોહમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. એટલું જ નહિ ધારાસભ્યના ટેકેદારો પણ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ કોઇનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પરથી વિધાનસભાની ચૂંટણી સમયથી મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચેના જુથવાદ સ્પષ્ટ વર્તાયો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગાડા નીચે જતા શ્વાને એવું ન સમજવું કે ભાર તેના પર છેઃ મોહન કુંડારિયા

આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કેટલાક લોકોને એમ હતું કે 2024માં પુરૂ થઇ જશે, પરંતુ હવે વાંકાનેરના સાંસદ 2029 સુધી રહેશે. ભાદરવા મહિનાના તડકામાં ખેડૂત ખેતરેથી આવતો હોય ત્યારે શ્વાન ગાડા નીચે ચાલતો હોય છે શ્વાનને એવું હોય છે કે આ ગાડાનો ભાર તેના પર છે, પરંતુ ખરેખર આ ભાર નંદી પર હોય છે. જે ગમે તેવી સ્થિતિમાં ગાડું પાછું વળવા દેતો નથી. ત્યારે શ્વાને એવું ન સમજવું જોઇએ કે ગાડું હું ચલાવું છું. મોહન કુંડારિયાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે.

વાંકાનેરમાં મોહન કુંડારિયા ‘હાય હાય’ના નારા લાગ્યા હતા

મોરબી જિલ્લામાં બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશ બાદ બે જુથ આમને સામને આવી ગયા છે. એક તરફ જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા છે, તો બીજા જુથમાં મોહન કુંડારિયા, કેસરીદેવસિંહ ઝાલા અને બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ છે. વાંકાનેરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં જ્યારે ભાજપની યાત્રા નીકળી હતી. ત્યારે જીતુ સોમાણીના ટેકેદારો દ્વારા મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. જે બાાદ જીતુ સોમાણીને ટિકીટ મળતા આ જુથવાદ વધુ ઘેરો બન્યો હતો અને કેસરીદેવસિંહ ઝાલાને ટિકીટ ન મળતા વાતાવરણ તંગ બન્યું હતું. ચૂંટણી સમયે ભાજપના મોવડી મંડળ અને સમાજના મોભીઓ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પુરી થતાં આ વિવાદ ફરી શરૂ થયો છે.

MLA જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી

કેસરીદેવસિંહ ઝાલાના સન્માન કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય જીતુ સોમાણીની ગેરહાજરી જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ભાજપ અને વાંકાનેર શહેરના લોકો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પોતે બહાર હોવાનું કહીને જીતુ સોમાણીએ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">