Breaking News: અમદાવાદમાં ચાણક્યપુરીમાં નહીં યોજાય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર, ઓગણજના મેદાનમાં યોજાશે બાગેશ્વર સરકારનો દરબાર

Ahmedabad: ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે હવે સભા સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બાબાનો દરબાર ઓગણજ મેદાન ખાતે યોજાશે

Breaking News: અમદાવાદમાં ચાણક્યપુરીમાં નહીં યોજાય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર, ઓગણજના મેદાનમાં યોજાશે બાગેશ્વર સરકારનો દરબાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 10:36 PM

Ahmedabad: ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને લઈને ચાલી રહેલા તમામ વિવાદોનો હવે અંત આવ્યો છે. ચાણક્યપુરીમાં બાબાનો દરબાર નહીં યોજાય. સભાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા બાબાનો દરબાર હવે ઓગણજના મેદાનમાં યોજાશે. ઓગણજ મેદાનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ યોજાયો હતો.

ચાણક્યપુરીના બદલે હવે  ઓગણજ મેદાન ખાતે યોજાશે બાબાનો દરબાર

અમદાવાદમાં યોજાનારા બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું સ્થળ બદલવામાં આવ્યુ છે. પહેલા બાબાનો દરબાર ચાણક્યપુરી ખાતે યોજાવાનો હતો પરંતુ હવે દરબારના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ઓગણજ મેદાન ખાતે યોજાશે. જ્યાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો ત્યાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. આપને જણાવી દઈએ કે tv9 દ્વારા બપોરના સમયે જ સ્થળ બદલાવા અંગેની સંભાવના બાબતે જાહેરાત કરવામાં આવી હતી.

કાર્યક્રમના સ્થળને લઈને પોલીસ અને આયોજકો આવ્યા હતા સામસામે

ચાણક્યપુરીમાં યોજાનારા બાબાના કાર્યક્રંમે લઈને પોલીસ અને આયોજકો સામસામે આવ્યા હતા. જ્યા પોલીસે કાર્યક્રમ સ્થળે લોકોની વ્યવસ્થાને લઈને અણીના સમયે જ સવાલ ઉઠાવ્યા હતા. કાર્યક્રમને આડે માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે પોલીસ દ્વારા વ્યવસ્થાને લઈને કાર્યક્રમનું સ્થળ બદલવા તાકીદ કરાઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર બાબાના દરબારમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતી હોવાને કારણે પોલીસે લોકોની વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને આયોજકો પર કાર્યક્રમ સ્થળ બદલવા માટે દબાણ કર્યુ હતુ. જો કે આયોજકો નિશ્ચિત સ્થળે જ કાર્યક્રમ યોજવા મક્કમ હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોલીસે વ્યવસ્થાને લઈને ઉઠાવ્યા હતા સવાલ, કાર્યક્રમ સ્થળ બદલવા માટે કરાઈ હતી તાકીદ

જાણકાર સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર આયોજકો નિશ્ચિત સ્થળે જ કાર્યક્રમ યોજવા મક્કમ હતા પરવાનગી માટે રાજકીય નેતાઓ પાસે પણ દોટ લગાવી હતી. જ્યારે બીજી તરફ પોલીસે આયોજકોને મર્યાદિત લોકો સાથે કાર્યક્રમ યોજવા તાકીદ કરી હતી. આયોજકો જાહેર કાર્યક્રમ યોજવા સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. ત્યારે અણીના સમયે કાર્યક્રમ સ્થળ બદલવામાં આવ્યુ છે. આમંત્રણ પત્રિકા પણ છપાઈ ગઈ હોવાથી આયોજકો માટે સ્થળ બદલવાની જહેમત ચોક્કસથી ઘણી મુશ્કેલ સાબિત થઈ હશે.

આ પણ વાંચો : Vadodara: 3 જૂને બાબા બાગેશ્વરનો કાર્યક્રમ, DCP સહિતની પોલીસની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ, જુઓ Video

ચાણક્યપુરીમાં બાબાના રોકાણ સ્થળે કરાઈ વિશેષ પૂજાવિધિ

ચાણક્યપુરીમાં બાબા જ્યાં રોકાણ કરવાના છે ત્યાં વિશેષ પૂજા-વિધિ કરવામાં આવી હતી. ગૃહપ્રવેશ પહેલા બંગલામાં વિશેષ પૂજા-અર્ચના કરાઈ હતી. વંદાવનથી આવેલા મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.

Input Credit- Jignesh Patel- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">