Vadodara: 3 જૂને બાબા બાગેશ્વરનો કાર્યક્રમ, DCP સહિતની પોલીસની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ, જુઓ Video
વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાના દરબારને લઈ તૈયારીઓ શરૂ કરાઇ છે. DCP સહિતની પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઇ હતી.
Vadodara: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ વડોદરામાં શરૂ કરવામાં આવી છે. 3 જૂનના રોજ વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાશે. ત્યારે વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું. પોલીસની ટીમ દ્વારા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવવાના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી. સાથે જ VVIP મહાનુભાવો તેમજ દરબારમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી.
બાગેશ્વર ધામ સાથે સંકળાયેલ સ્ટાફની સૂચના મુજબ મંડપ અને સ્ટેજ બાંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિની સંપૂર્ણ ચકાસી કાર્યક્રમ સ્થળે કરવામાં આવી છે. ખાસ કરીને અલગ જ પ્રકારની બેઠક વ્યવસ્થા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે કારણકે દરબારમાં આવનારા લોકો ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે. વડોદરા એરપોર્ટ પર જ બાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મહત્વનું છે કે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
(with input : yunus gazi)
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો