AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ, જુઓ Video

અમદાવાદમાં પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ છે.કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમકાર્ડ વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ગ્રાહકોની જાણ બહાર એક્ટિવેટ કરેલા સિમકાર્ડ ઊંચા ભાવે વેચી મારતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2026 | 1:50 PM
Share

જો તમારું સિમકાર્ડ બગડી ગયું છે અથવા ખોવાય ગયું છે. તમે નવા સિમકાર્ડ લેવા માટે જઈ રહ્યા છો. તો પહેલા આ ન્યુઝ વાંચી લેજો. કારણ કે, અમદાવાદમાંતી સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું છે. જો તમે દુકાનદાર કહે કે, તમારા સિમકાર્ડની પ્રોસેસ ફેલ થઈ છે. તો સમજી જજો તમે પણ આ ઘટનાનો ભોગ બન્યા છો. તો ચાલો જાણીએ આખરે આખું સિમકાર્ડનું રેકેટ શું હતુ.

108 પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો જપ્ત

અમદાવાદમાંથી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ છે. કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમકાર્ડ વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઉત્તરાખંડનાં 2 શખ્સો અને અમદાવાદના 1 ખરીદદાર સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી 108 પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રોસેસ ફેલ થઈ છે

જુદી-જુદી કંપનીના 108 સિમકાર્ડ, 4 મોબાઈલ અને 5 ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાઈ છે.પોલીસે કુલ રૂ 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સિમકાર્ડ રિટેલર તરીકે કામ કરતા આરોપીઓ ગ્રાહકોને “પ્રોસેસ ફેલ થઈ છે” તેમ કહી ફરી અંગૂઠો મુકાવતા હતા.એક જ આઈડી પર બાયોમેટ્રિકથી 2થી 3 વધારાના સિમકાર્ડ એક્ટિવેટ કરતા હતા.ગ્રાહકોની જાણ બહાર એક્ટિવેટ કરેલા સિમકાર્ડ ઊંચા ભાવે વેચી મારતા હતા.આરોપીઓની ઓળખ નહુરઅલી સમશાદઅલી રાવત, કાસીફઅલી મુઝ્ફ્ફરઅલી રાવત અને હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે.કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News : સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ, 280 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી, 1413 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">