Breaking News: 10 વર્ષ બાદ એસટી નિગમે ભાડામાં કર્યો વધારો, 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવાની શરતે ભાડા વધારો કરવાની અપાઈ પરવાનગી

Ahmedabad: એસટી નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. 2014 બાદ એસ ટી નિગમે બસના ભાડામાં 20 થી 25 ટકા વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપવામાં આવી

Breaking News: 10 વર્ષ બાદ એસટી નિગમે  ભાડામાં કર્યો વધારો, 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવાની શરતે ભાડા વધારો કરવાની અપાઈ પરવાનગી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 31, 2023 | 11:19 PM

Ahmedabad: ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 64 પૈસા ભાડુ હતુ જેની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યુ છે. એક્સપ્રેસ સવારીમાં પ્રતિ કિલોમાટરે 68 પૈસા ભાડુ હતુ જે 85 પૈસા કરવામાં આવ્યુ છે. જ્યારે નોન એસી સ્લીપરમાં પ્રતિ કિલોમીટરે 62 પૈસા ભાડુ હતુ જે 77 પૈસા કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યમાં એસટી નિગમના ભાડા વધારો કરવા છતા અન્ય રાજ્યો કરતા ઓછુ ભાડુ છે. સરકારના 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાડામાં આ વધારો આજ રાતથી જ અમલી થઈ જશે.  મુસાફરોને ઓછો બોજો પડે અને નહિવત અસર પડે તે રીતનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. તેવુ એસટી નિગમનું માનવુ છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ , પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે. તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

એસ.ટી નિગમ દ્વારા 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી. ત્યારે 2014 બાદ આ વર્ષે 2023 માં એસ ટી નિગમે એસ ટી બસનાં ભાડામાં વધારો કર્યો છે.

વર્ષ – 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ઘણું વધ્યુ

• લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

• આ પ્રકારે ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછુ રહેશે. તેવું એસ ટી નિગમનું માનવું છે. તેમજ સરકારનાં વર્ષ 2003 ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેચીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયના કારણે નિગમની લોક્લ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો કે જેઓ દરરોજ અંદાજીત 10 લાખ જેટલા મુસાફરો 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં માત્ર રૂ.1/- થી રૂ.6/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે તેવું એસ ટી નિગમનું માનવું છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવા નીચે મુજબની કામગીરી કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે.

  • નવીન બસોનું સંચાલનમાં મુકવાનું આયોજન
  • નિગમ દ્વારા રાજ્ય સરકારની મદદથી આગામી ટૂંક સમયમાં સંચાલનમાં રહેલ તમામ ઓવરએજ વાહનોને રીપ્લેસ કરવામાં આવશે
  • 250 એ.સી. પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • 200 હાઈ એન્ડ મલ્ટી એક્સલ એ.સી.પ્રીમીયમ વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • 200 અધ્યતન સ્લીપર કોચ વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • 200 ગુર્જરનગરી વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • 300પ જેટલા સુપર એક્સપ્રેસ પ્રકારના વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • આમ, સમયગાળા દરમ્યાન નવીન કુલ 3750 નવી ટેકનોલોજી વાળા વાહનો મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે

નિગમ દ્વારા B.S-6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવી છે. જે B.S-6 વાહનો થકી પર્યાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘટવા પામશે, વધુ આરામદાયક મુસાફરી બનશે, બ્રેક ડાઉન નીલ થશે તેમજ નોઈસ પોલ્યુશનમાં પણ ઘટાડો થશે.

આ સાથે ગુજરાતની  જનતાને વધુમાં વધુ પરિવહન સુવિધાઓ મળી રહે તે માટે આ સમયગાળામાં 700 જેટલા નવીન શિડયુલો સંચાલનમાં મુકવામાં આવનાર છે. આ નવીન શીડ્યુલ થકી વધુમાં વધુ ટ્રીપોનો ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના મુસાફરોને લાભ મળવા પામશે તેવું એસ ટી નિગમનું માનવું છે.

એક્સપ્રેસ રૂટની એસટી બસનું જૂનું-નવુ ભાડુ

  • અમદાવાદ થી રાજકોટ જૂનું 137 હવે 171 થશે
  • અમદાવાદ થી વડોદરા જૂનું 98 જે હવે 124 થશે
  • અમદાવાદ થી અંબાજી જૂનું 120 જે 150 થશે
  • અમદાવાદ થી ભાવનગર જૂનું 134 અને નવું 168 થશે
  • અમદાવાદ થી દાહોદ જૂનું 150 જે 189 થશે
  • અમદાવાદ થી મોરબી જૂનું 132 જે 165 થશે
  • અમદાવાદ થી ભુજ જૂનુ 200 હતું જે 250 થશે
  • અમદાવાદ થી વલસાડ જૂનું 213 જે 269 થશે
  • અમદાવાદ થી પાલનપુર જૂનુ 106 જે 133 થયું
  • અમદાવાદ થી મોડાસા જૂનુ 83 જે નવું 104 થશે

નવીન ભરતીનું આયોજન

નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.

નવીન અત્યાધુનિક બસ પોર્ટનું નિર્માણ

નિગમ દ્વારા અમદાવાદ, રાણીપ, વડોદરા, મહેસાણા, રાજકોટ, પાલનપુર અને ભરૂચ વિગેરે ખાતે એરપોર્ટ કક્ષાના નવીન બસ પોર્ટ મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. મુસાફરોને ડેપો ખાતેથી વધુમાં વધુ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે આગામી સમયમાં ભુજ, અમરેલી, પાટણ, મોડાસા, નવસારી અને નડીયાદ ખાતે નવીન અધ્યતન બસ સ્ટેશનો બનાવી મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે.

જ્યાં નિગમ દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવાના હેતુસર પીવાના પાણી, નવીન બસ સ્ટેશન, બેઠક વ્યવસ્થા અને ટોયલેટની સ્વચ્છતા વગેરે બાબતોમાં અપગ્રેડેશન કરવામાં આવનાર છે. જે તમામ બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારો પ્લાસ્ટિકફ્રી બને તે પ્રમાણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ નિગમ દ્વારા સફાઈ બાબતોની નવી નીતિનું મોબાઈલ એપ્લીકેશન દ્વારા મોનીટરીંગ કરી બસ સ્ટેશનની નિયમિત અને વધુ સારી સફાઈનું આયોજન છે. સાથે જ વાહનોની સફાઈની નવી નીતિ દ્વારા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વાહનોની વધુ સારી રીતે સફાઈનું પણ આયોજન છે.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના ઔડામાં આવતા એસપી રિંગરોડ સહિત શહેરના અનેક રોડની હાલત બિસ્માર, જુઓ Video

નિગમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ

વિદ્યાર્થીઓને અભ્યાસનો સમય ન બગડે તેમજ ડેપો ઉપર વારંવાર ન જવું પડે તે માટે નિગમ દ્વારા E- pass સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મળતી સુવિધાઓમાં હજુ પણ વધારો કરવાનું આયોજન છે. નિગમના તમામ બસ સ્ટેશનો, સેન્ટ્રલ વર્કશોપને સી.સી.ટી.વી. સર્વેલન્સ સીસ્ટમથી સુસજ્જ કરવામાં આવનાર છે. મુસાફરોને સરળતાથી બસના સમયની જાણકારી મળી રહે તે માટે બસ સ્ટેશનોમાં પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમ મુકવાનું આયોજન છે.

નિગમ દ્વારા મુસાફરોને બસના સમયની જાણકારી પ્લેટફોર્મ ખાતે ત્વરિત મેળવી શકાય તે માટે ઓટો મેટીક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મુકવામાં આવેલ છે. જેમાં વધારો કરી તમામ બસ સ્ટેશનો ખાતે કાર્યરત કરવાનું આયોજન છે. મુસાફરોને ઝડપી ટીકીટ મળી રહે સાથો સાથ Payment ના મલ્ટી મોડ ઓપ્શન મળી રહે તે માટે સ્માર્ટ ઈ-ટીકીટીંગ મશીન સંચાલનમાં મુકવાનું આયોજન છે. તમામ બસોમાં મુસાફરોને મનોરંજન મળી રહે તે માટે FM Radio/LED મુકવાનું આયોજન છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">