AMC દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હોવાની ભાજપના કાઉન્સિલરે જ ફરિયાદ કરી

ઘાટલોડિયા વોર્ડ ઓફિસની સામે AMCના ફિજીયોથેરાપી સેન્ટરમાં હજારોની સંખ્યામાં તૂટેલા ડસ્ટબીન પડ્યા છે. લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી ગયા છે. અથવા તો વિતરણ કર્યા બાદ ડસ્ટબીન તૂટી જતા લોકો તૂટેલા ડસ્ટબીન પરત આપી ગયા છે.

AMC દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હોવાની ભાજપના કાઉન્સિલરે જ ફરિયાદ કરી
હલકી ગુણવતાના ડસ્ટબીન ખરીદવામાં આવતા લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી જાય છે.
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:09 PM

લોકોને આપવામાં આવે તે પહેલા જ હજારો ડસ્ટબીન તૂટી ગયાં

અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)  દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડસ્ટબીન (dustbins) ખરીદવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદી કરોડો રૂપિયાનું કૌભાંડ (scam) આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે..ઘાટલોડિયાના ભાજપના જ કોર્પોરેટર (Corporator) એ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે. ભાજપના કાઉન્સિલરે હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદ્યા હોવાની ફરિયાદ કરી છે. કોર્પોરેટરની ફરિયાદ બાદ ડસ્ટબીનની ખરીદી સામે અનેક સવાલો ઉભા થયા છે.

એએમસી દ્વારા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવા માટે 33 લાખ ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે. 20 કરોડના ખર્ચે 33 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયા વોર્ડમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોએ સ્થાનિક કાઉન્સિલરને ફરિયાદ કરી છે કે એએમસી દ્વારા આપવામાં આવતા ડસ્ટબીન તૂટેલા અને હલકી ગુણવત્તાના છે. હલકી ગુણવતાના ડસ્ટબીન ખરીદવામાં આવતા લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી જાય છે. લોકોની ફરિયાદ બાદ ભાજપના કાઉન્સિલરે જ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેકટ વિજય મિસ્ત્રીને હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદ્યા હોવાની ફરિયાદ કરી છે.

ઘાટલોડિયા વોર્ડ ઓફિસની સામે AMCના ફિજીયોથેરાપી સેન્ટરમાં હજારોની સંખ્યામાં તૂટેલા ડસ્ટબીન પડ્યા છે. લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી ગયા છે. અથવા તો વિતરણ કર્યા બાદ ડસ્ટબીન તૂટી જતા લોકો તૂટેલા ડસ્ટબીન પરત આપી ગયા છે. એએમસી દ્વારા 20 કરોડના ખર્ચે 33 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. ડસ્ટબીન ખરીદવા માટે એએમસીએ બે કંપનીઓને કોન્ટ્રાકટ આપ્યો છે. એએમસી દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી 10 લિટરનું 550 ગ્રામ વજન ધરાવતું એક ડસ્ટબીન 116 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. જે સામાન્ય રીતે બજાર માંથી 50થી 60 રૂપિયામાં મળે છે. તેની પાછળ એએમસી 116 રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે તૂટેલા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા છે..ભાજપના સત્તાધીશો કચરો અને ડસ્ટબીનના નામે પણ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. તથા સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ડસ્ટબીન ખોલવામાં તકલીફ થાય છે. ડસ્ટબીન ખોલવામાં હેન્ડલ અને ઢાંકણું તૂટી જાય છે. જે ડસ્ટબીન તૂટ્યા છે એનું રિપ્લેસમેન્ટ કરવા કંપની સાથે કરાર કારેલ છે. ડસ્ટબીનની ક્વોલિટીનો રિપોર્ટ એએમસી પાસે છે. ક્વોલિટીમાં કોઈ વાંધાજનક નથી. પરંતુ ડસ્ટબીન ખોલવામાં તૂટી જાય છે.

ત્રણ વર્ષ પહેલાં પણ એએમસી આ જ ડસ્ટબીન આપ્યા હતા. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા હતા. ત્યારે હવે ફરીથી નવા ડસ્ટબીનની ક્વોલિટી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. લોકો સુધી પહોંચે તે પહેલાં જ હજારો ડસ્ટબીન તૂટી ગયા છે. ત્યારે નવા ડસ્ટબીન લોકોને આપ્યા પહેલા જ તૂટી જતા અનેક સવાલો ઉભા થયા છે. એએમસી દ્વારા તપાસ કરવામાં આવે તો ડસ્ટબીન ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Jamnagar: પ્રધાન રાઘવજી સામે વધુ એક કાર્યક્રમમાં જોવા મળ્યો રોષ, ગ્રામજનોએ વિકાસના કામો ન થવા મુદ્દે નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચોઃ  Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

g clip-path="url(#clip0_868_265)">