AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: પ્રધાન રાઘવજી સામે વધુ એક કાર્યક્રમમાં જોવા મળ્યો રોષ, ગ્રામજનોએ વિકાસના કામો ન થવા મુદ્દે નોંધાવ્યો વિરોધ

Jamnagar: પ્રધાન રાઘવજી સામે વધુ એક કાર્યક્રમમાં જોવા મળ્યો રોષ, ગ્રામજનોએ વિકાસના કામો ન થવા મુદ્દે નોંધાવ્યો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 12:51 PM
Share

ગ્રામજનોના વિરોધને લઈને રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામજનો આ મારો વિરોધ નથી કરી રહ્યા, તેમણે જણાવ્યુ કે ખરા અર્થમાં ગ્રામજનો તેમની જે સમસ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે.

એક તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ યોજના (Sujalam Sufalam scheme) નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે. બીજી તરફ જામનગર (Jamnagar)માં સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં લોકોનો વિરોધ (Protest) જોવા મળ્યો. ચાલુ કાર્યક્રમમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel) રોષનો શિકાર બન્યા હતા. કેટલાક ગ્રામજનોએ વિકાસના કામો ન થવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

સુજલામ સુફલામ જળસંચય યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેટલાક લોકો ભારે રોષ સાથે ધસી આવ્યા હતા. ખીજડીયાના ગ્રામજનોએ ગામમાં વીજળી, પાણી, ગટરની સુવિધા ન હોવાનો આક્ષેપ કરીને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો. ભૂમાફિયાનો ત્રાસ હોવાનો પણ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ યોજના દ્વારા મળતી માટી ગામના વિકાસ માટે આપવાની પણ માગ કરી હતી.

ગ્રામજનોના વિરોધને લઈને રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામજનો આ મારો વિરોધ નથી કરી રહ્યા, તેમણે જણાવ્યુ કે ખરા અર્થમાં ગ્રામજનો તેમની જે સમસ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે.

મહત્વનું છે કે આ પહેલા પણ રાઘવજી પટેલ સામે જામનગરના સાપડા ગામમાં આયોજિત એક બેઠકમાં વિરોધ થયો હતો. જામનગરના સાપડા ગામે આયોજિત એક બેઠકમાં કેટલાક ગ્રામજનોએ રાઘવજી પટેલનો ઉધડો લઈ કાઢ્યો હતો. ગ્રામજનોનો આરોપ હતો કે રાઘવજી પટેલે તેમના ગામમાં વિકાસ રૂંધ્યો છે અને સમાજ સહિત ગામમાં ફાટા પાડવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો- Surendranagar: ઢાંકી ગામના યુવકે ગામની પાણીની સમસ્યા એકલા હાથે ઉકેલી, ગ્રામજનોને પાણી આપવા નદીના વહેણ બદલી નાખ્યા

આ પણ વાંચો- Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">