PGP 2022: પ્રવાસી ગુજરાતી પર્વમાં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને દ્વારકેશ લાલજી મહારાજે આર્શીવચન પાઠવ્યા
આયના અને ટીવી9 દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા(ભાઇ શ્રી) અને દ્વારકેશ લાલજી મહારાજ ઉપસ્થિતી નોંધાવીને કાર્યક્રમને પાવન કર્યો હતો.

Pravasi Gujarati Parv 2022: ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) ગઈકાલે શરૂઆત થઈ. કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થયો હતો. પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઈને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી (Film Industry) માંડીને રમત જગત, રાજકારણથી લઈને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે જોવા મળશે. જે ગુજરાત (Gujarat) માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે. આયના અને ટીવી9 દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા(ભાઇ શ્રી) અને દ્વારકેશ લાલજી મહારાજ ઉપસ્થિતી નોંધાવીને કાર્યક્રમને પાવન કર્યો હતો.
દ્વારકેશ લાલજી મહારાજે આર્શીવચન પાઠવ્યા
સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાઓ સમય સમય પર નવા નવા કલ્ચરને આત્મસાદ કરતુ રહ્યુ છે. જ્યારે ગુજરાતની સંસ્કારોની વાત કરી ત્યારે અતિથીને આવકાર આપવો, કાર્યસ્થળે પારદર્શિતા રાખવી, જે દિશામાં આપણે કાર્ય કરતા હોય તેમા પારદર્શિતા રાખવી જરૂરી છે, ગુજરાતી સમુદાયને ભગવાને આગવી વિશેષતા આપી છે કે તે તાણાવાણાની જેમ બધા સાથે ભળી જાય છે.સંસ્કૃતી શું છે?, ક્યાં ધર્મનું સમાજ આવલંબન કરી રહ્યુ છે,જે પ્રાંતને જે તમે અનુસરો છો તેનો ઈતિહાસ શું છે, જેમ આપણુ ગોત્ર હોય જે ગોત્રમાં જે ઋષીનું નામ આપણી સાથે જોડાયેલુ હોય તેના આપણે સંતાન છીએ. કઈ ભાષા સરળતાથી તમે સ્વીકારી શકો છો, અભિવ્યક્તિ કરી શકો, જે ભાષાનું ખુબ મહત્વ છે, વેશભુષા તમે કઈ ધારણ કરો છો, વષો પહેલા આપણે જે પોષાક પહેરતા હતા હવે એ માત્ર પ્રાસંગીક કાર્યક્રમોમાં પહેરી છીએ, કળાને જાળવવી આપણી ફરજ છે.
રમેશભાઈ ઓઝાએ પોતાની ઉપસ્થિતી આર્શીવચન પાઠવ્યા
જે રીતે આઈક્યુ છે એવી રીતે ઈક્યુ હોય છે એવી જ રીતે લાગણી હોય છે લાગણી હિન માણસ ભાવના હિન માણસ આગળ વધી વિકસી શકશે પણ સમાજ સાથે જોડાઈ નહીં શકે. રૂપિયા કેમ કમાવા એની આવડત મારામાં આવે, ગુજરાતીમાં જીનેટીકલ બીજ છે જેમાં વેપાર છે,જ્યાં જ્યાં ઉગે છે ત્યાં ત્યાં પુગે છે. ગુજરાતી ન માત્ર વ્યાપારની દ્રષ્ટીએ સક્ષમ છે, પરંતુ લાગણીશીલ છે અને આ લાગણીએ સમગ્ર દુનિયામાં દરેક ગુજરાતી લોકોને ઉપયોગી બન્યા છે. ધર્મને કારણે મનુષ્ય અન્યપ્રાણીઓ કરતા જુદો પડે છે, ધર્મ અને અદ્યાત્મા વચ્ચે ફર્ક સમજાવતા કહે છે કે ધર્મ વ્યાયામ છે અને આધ્યાત્મિકતા ધર્મથી પ્રાપ્ત થતુ સ્વાસ્થય છે. આખી આકાશંગગામાં જ્યાં જ્યાં જીવ છે તેમા માત્ર માણસ જ એવુ પ્રાણી છે જેની પાસે બુધ્ધી અને લાગણી છે.