Pravasi Gujarati Parv 2022 : ફિલ્મ, ફ્રેન્ડ્સ, ફૂડ એન્ડ ફેમિલી ઈસ વેટિંગ ફોર ફ્યુચર : પેન નલિન
ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક AIANA ના સહયોગથી અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) ગઈકાલે શરૂઆત થઈ, જે અંતર્ગત ફિલ્મ મેકર પેન નલિન પણ તેમાં સામેલ થયા હતા. તેમજ તેમની ફિલ્મ છેલ્લો શો હાલમાં ઓસ્કારમાં નોમિનેટ થઇ છે. તેમણે પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે આ ફિલ્મ પાંચ એફ પર આધારીત છે. જેમાં ફિલ્મ, ફ્રેન્ડ્સ, ફૂડ એન્ડ ફેમિલી ઈસ વેટિંગ ફોર ફ્યુચર છે

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) ગઈકાલે શરૂઆત થઈ. કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થયો હતો. અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ-2022નો આજે રવિવારે બીજો દિવસ છે.આ મંચના માધ્યમથી આજે બીજા દિવસે દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે.
જે અંતર્ગત ફિલ્મ મેકર પેન નલિન પણ તેમાં સામેલ થયા હતા. તેમજ તેમની ફિલ્મ છેલ્લો શો હાલમાં ઓસ્કારમાં નોમિનેટ થઇ છે. તેમણે પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે આ ફિલ્મ પાંચ એફ પર આધારીત છે. જેમાં ફિલ્મ, ફ્રેન્ડ્સ, ફૂડ એન્ડ ફેમિલી ઈસ વેટિંગ ફોર ફ્યુચર છે.તેમણે જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ક્યારે એવો વિષય મળે જેને ગુજરાતીમાં બનાવી શકાય તેની પર ધ્યાન રાખતો હતો. વિષયો અનેક હતા પણ પ્રોડક્શન કોસ્ટ હાઇ હતી. તેથી એવી સ્ટોરી શોધતો હતો જેમ ઓથેન્ટિક સ્ટોરી હોય અને તેના ડીએનએ મુજબ જ બનાવવા આવે તો જ તો જ લોકોને તે જોવી ગમશે.મારી ફિલ્મ છેલ્લો શો કાઠિયાવાડની આસપાસ ફરે છે.
આ ફિલ્મની વાર્તામાં સમય નામનું કેરેક્ટર છે તેને ફિલ્મ જોવાની ઈચ્છા બહુ છે. પરંતુ તેની પાસે નાણાં નથી. જ્યારે તેની ફિલ્મ પ્રોજેક્શન કરતાં વ્યક્તિ સાથે મિત્રતા થાય છે. તેમજ તે તેને મફતમાં પ્રોજેક્શન રૂમમાંથી ફિલ્મ જોવા દે છે. તેમજ જ્યારે પ્રોજેક્શન કરનાર વ્યક્તિ સમયનું ટિફિન જમે છે. તેને સ્વાદિષ્ટ લાગે છે ત્યારે જે સમયને ખબર હતી કે આપણે તેના પેટથી હ્રદય સુધી સુધી પહોંચવાનું છે.
પેન નલિન એ નલિનકુમાર પંડ્યા તરીકે જાણીતા છે. તેમની ફિલ્મ છેલ્લો શો આ વખતે ઓસ્કાર એવોર્ડ માટે પસંદ થઈ છે. પેન નલિને વાત કરતા કહ્યું છેલ્લો શો ફિલ્મ ગુજરાતીમાં જ બનાવીશ તો જ તે વાસ્તવિક લાગશે અને તો જ જોવાની મજા આવશે