AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ચમત્કાર, પ્લેન ક્રેશમાં લોખંડ પણ પીગળી ગયું પણ ભગવદ્ ગીતા સુરક્ષિત રહી, જુઓ વીડિયો

અમદાવાદમાં ટેકઓફ થયાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું હતું, જેમાં 241 લોકોના મોત થયા હતા. અકસ્માત સ્થળે વિમાનના કાટમાળમાંથી ભગવદ્ ગીતા મળી આવી હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Ahmedabad Plane Crash :  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ચમત્કાર, પ્લેન ક્રેશમાં લોખંડ પણ પીગળી ગયું પણ ભગવદ્ ગીતા સુરક્ષિત રહી, જુઓ વીડિયો
| Updated on: Jun 13, 2025 | 1:12 PM
Share

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર લોકોને ઈજા થઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.

ભગવદ્ ગીતા કાટમાળમાંથી સુરક્ષિત મળી

પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSLની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરી રહી છે. FSLની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા લેવામાં આવ્યા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.પરંતુ આ અકસ્માતની રાખ અને કાટમાળ વચ્ચે કંઈક એવું મળી આવ્યું જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યારે ભગવદ્ ગીતાને કોઈ નુકસાન થયું નથી.બચાવ કામગીરી દરમિયાન, ટીમના એક સભ્યને કાટમાળમાંથી ભગવદ્ ગીતા મળી હતી.

બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે ચારે વસ્તુઓ બળીને ખાખ થઈ હતી, પરંતુ ભગવદ્ ગીતાને કાંઈ થયું ન હતુ.આ ચમત્કારિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવદ-ગીતાના પુસ્તકને કાટમાળમાંથી સંપૂર્ણપણે અકબંધ સ્થિતિમાં બહાર કાઢવામાં આવી છે, આ દ્રશ્ય માત્ર અદ્ભુત નથી પણ લાખો લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે.

(Video source class3exam)

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા. પીએમ મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ પછી, પીએમ ઘાયલોને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ કુમાર વિશ્વાસને હોસ્પિટલમાં મળ્યા. તેમણે ઈજાગ્રસ્તના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.

એક મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે. મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા. 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા. બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયું હતુ.

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. અમદાવાદ પ્લેન ક્રેશના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">