ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

અમદાવાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તાલુકામાં 2 અને જિલ્લા કક્ષાએ 3 પસંદગી પામેલા શિક્ષકોને એવોર્ડ આપી 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતુ.

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન
Awarded to best teachers of Gujarat CM Rupani says invaluable contribution of teachers in shaping a person
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 8:39 PM

પાંચમી સપ્ટેમ્બર- શિક્ષક દિને અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને જ્ઞાનવાન અને ઈન્સાન બનાવે એ જ સાચી વિદ્યા છે.

રાજ્યપાલએ પ્રેરક ઉદબોધન કરતાં કહ્યું કે, બાળકના શારીરિક જન્મમાં માતા-પિતાની ભૂમિકા હોય છે, પણ તેના માનસ ઘડતરમાં તો શિક્ષકની જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શિક્ષક દિવસ નિમિત્તે અમદાવાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તાલુકામાં 2 અને જિલ્લા કક્ષાએ 3 પસંદગી પામેલા શિક્ષકોને એવોર્ડ આપી 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતુ. શિક્ષકોનું સન્માન પત્ર સાથે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ સાથે જ અભ્યાસમાં હોશિયાર છ જેટલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે ભારતીય શિક્ષણ પરંપરાનો મહિમા વર્ણવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતીય વિચાર પરંપરા સમૃધ્ધ હતી અને તેથી જ અનેક વિદેશી આક્રમણો છતાં ભારતીય સંસ્કૃતિ પર તેની અસર થઈ ન હતી.

આ અંગ્રેજ શાસનકાળની જુની-પુરાણી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિની પણ તેમણે પ્રસંશા કરી હતી.તેમણે ઉમેર્યું કે, ભારતમાંથી અંગ્રેજો તો ગયા છે,પણ અંગ્રેજીયત ગઈ નથી.

રાજ્યપાલએ ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતમાં સમૃદ્ધ ગુરુ-શિષ્ય પરંપરા હતી અને આ સમૃદ્ધ પરંપરાના કારણે જ સમાજ ઉન્નત-વિકસિત હતો.રાજ્યપાલએ શિક્ષક દિને ઉપસ્થિત શિક્ષણગણને આહવાન કરતાં કહ્યું કે, આપ સૌએ પસંદ કરેલા વ્યવસાય ઉત્તમ છે અને આ અંગે આજે આપ સૌ ચિંતન કરજો, મૂલ્યાંકન કરજો.

શિક્ષક એ માત્ર સરકારી કર્મચારી નથી

આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શિક્ષક એ માત્ર સરકારી કર્મચારી નથી, પણ એ રાષ્ટ્રનો ઘડવૈયો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે આપણે શાળામાં બાળકને પૂછીએ છીએ કે તે મોટો થઈને શું બનવા માંગે છે? ત્યારે બાળક તરત જ શિક્ષકના વ્યવસાય પર પસંદગી ઉતારે છે.

શિક્ષકની આ ભૂમિકાના કારણે જ આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણીએ છીએ

કારણ કે તેનો આદર્શ શિક્ષક જ હોય છે. શિક્ષકોના મહિમાને રેખાંકિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વ્યક્તિ ગમે તે પદ પર પહોંચે પણ તે પોતાના શિક્ષકોને કદી ભૂલતો નથી. કારણ કે તે જાણે છે કે તેના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષકની આ ભૂમિકાના કારણે જ આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણીએ છીએ.

પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો રહ્યો

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વાલીઓ અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલવા માટે અનુરોધ કરતાં કહ્યું કે, કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે અને આ પાયારૂપ શિક્ષણની જવાબદારી શિક્ષકના શીરે છે. તેમણે રાષ્ટ્રની ઉન્નતિના પાયામાં નવાચાર(ઈનોવેશન) રહેલો છે અને આ નવાચાર માટે આપણે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો રહ્યો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષકમાં નિર્માણ અને પ્રલય બંનેની તાકાત રહેલી છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યનો દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ અમારો નિર્ધાર છે. તેમણે આ અવસરે નવી શિક્ષણ નીતિ માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા કહ્યું કે, નવી શિક્ષણ નીતિમાં વ્યક્તિની પ્રતિભાને બહાર આણવાની શક્તિ રહેલી છે.

મુખ્યમંત્રીએ  ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલી કામગીરીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, કુશળ માનવબળ માટે આપણે રાજ્યમાં સેક્ટોરિઅલ યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું છે.જેના પગલે વૈશ્વિક કંપનીઓને કુશળ માનવબળ પ્રાપ્ત થશે અને યુવાનોને રોજગારી. તેમણે વૈશ્વિક સ્પર્ધા માટેનું માનવબળ તૈયાર કરવા માટે શિક્ષકોને સજ્જ થવાની અપીલ કરી હતી.

સદગુણોનો સરવાળો કરીએ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ

તેમણે સૌને દેશ માટે જીવવા સંકલ્પબદ્ધ અને નમ્રતા કેળવવાનો અનુરોધ કરતા કહ્યું કે, જેમ તાડનું વૃક્ષ ગમે તેટલું ઉંચુ થાય પણ છાંયો આપતું નથી, પણ વટવૃક્ષ ઝાઝી ઉંચાઈ ન ધરાવતું હોવા છતાં લોકોને શાતા આપે છે. તેમણે ઉમેર્યું કે , આપણે સદગુણોનો સરવાળો કરીએ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ.

આ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, કોરોનાકાળમાં શિક્ષકોએ ઉત્તમ કામગીરી કરી તેમ જ શાળા બંધ હોવા છતા શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,

ગુજરાત ભારતમાં શિક્ષણક્ષેત્રના પર્ફોર્મન્સ ઈન્ડેક્સ ગ્રેડિંગમાં “એ પ્લસ” ગ્રેડ લાવ્યું છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પણ આપણે “એ ડબલ પ્લસ” ગ્રેડિંગ માટે સંકલ્પબદ્ધ બનીએ.

આ પણ વાંચો : Bhavnagar : કોરોના રસીકરણ વધારવા તંત્રએ કવાયત હાથ ધરી

આ પણ વાંચો : Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">