Auction Today: અમદાવાદના વસ્ત્રાલમાં વિશાળ પ્લોટની ઇ- હરાજી, જાણો શું છે સંપૂર્ણ વિગત
Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદમાં ડીસીબી ( Development Credit Bank) બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં વસ્ત્રાલમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે પ્લોટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 120.40 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત
તેની રિઝર્વ કિંમત 23,80,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 2,38,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 26 સપ્ટેમ્બર 2023, મંગળવારે સાંજે 5 કલાક સુધીની છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ નક્કી કરવામાં આવી છે. આ પ્લોટની ઇ-હરાજીની તારીખ 27 સપ્ટેમ્બર 2023 સવારે 11 વાગ્યાથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.