AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ATS એ રાજકોટના આસિફ સમાની ધરપકડ કરી

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસની તપાસ એટીએસને સોંપતા જ ATS હરકતમાં આવી અને દિલ્હીના કમરગની ઉસમાની નામના મૌલવીની ધરપકડ કરી. તેમજ હથિયાર પુરાય પાડનાર આસિફ સમાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી.

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ATS એ રાજકોટના આસિફ સમાની ધરપકડ કરી
Gujarat ATS Arrest Dhandhuka Murder Case Accused
Darshal Raval
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:10 PM
Share

ગુજરાતના ધંધુકાના(Dhandhuka)  ચકચારી કિશન ભરવાડ(Kisan Bharwad)  હત્યા કેસ મામલેએ ભડકાઉ ભાષણ કરનાર દિલ્હીના મૌલાના કમરગની ઉષ્માની સાથે હથિયાર પુરા પાડનાર રાજકોટના આસિફ સમાની(Asif Sama)  ધરપકડ કરી છે. જેમાં આ સમગ્ર કેસની તપાસ એટીએસને સોંપતા જ ATS હરકતમાં આવી અને દિલ્હીના કમરગની ઉસમાની નામના મૌલવીની ધરપકડ કરી. તેમજ હથિયાર પુરાય પાડનાર આસિફ સમાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી. આ બન્નેની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શકયતા સાથે એટીએસે વધુ તપાસ હાથ ધરી. ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેમજ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગૃહ મંત્રી દ્વારા આ તપાસ એટીએસને સોપાતા એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અને તપાસ સોંપાતા ગણતરીના કલાકોમાં જ દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માની તેમજ રાજકોટના આસિફ સમા નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં દિલ્લીના મૌલવી ભડકાઉ ભાષણ આપતા હોવાનું અને હત્યાનું ષડયંત્ર રચતા હોવાનું સામે આવતા તેની સામે એટીએસે કાર્યવાહી કરી.

સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઇને તેના ઉપર ફાયરિંગ

ધંધુકામાં થોડા દિવસ પહેલા કિશન ભરવાડ નામના શખ્સની શબ્બીર અને ઈમ્તિયાઝ નામના શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી. જે ઘટનામાં કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ બાદ ઘટના ઘટી હતી. જેમાં અગાઉ કિશન ભરવાડ સામે ફરિયાદ થઇ હોવાનું પણ ખુલ્યું છે. જોકે તેમ છતાં સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઇને તેના ઉપર ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી. જે ઘટનામાં રાજકોટના આસિફ સમાએ હથિયાર પૂરું પડયાનું સામે આવ્યું. જેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

જમાલપુર અને મુંબઇ ખાતે મુલાકાત થઇ હોવાનું પણ ખુલ્યું

આ સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું કે દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીએ ઉશ્કેરણીજનક વાક્યો કહીને ભડકાવવાનું સામે આવ્યું. જેના કારણે આ ઘટના બની હતી. જે ઘટનામાં ફાયરિંગ કરનાર શબ્બીર instagram મારફતે ઉસ્માનીને ફોલો કરતા હતા. તેમજ કમરગની ઉસ્માનીએ શબ્બીરને અમદાવાદના મૌલાના ઐયુબનો સંપર્ક કરવા પણ જણાવેલ હોવાનું સામે આવ્યું. આની સાથે તમામની જમાલપુર અને મુંબઇ ખાતે મુલાકાત થઇ હોવાનું પણ ખુલ્યું. જે બાબતની પણ ATS તપાસ હાથ ધરી.

સાજણ ઓડેદરાને મોતને ઘાટ પણ ઉતારવાના હતા

એટલું જ નહીં આ તપાસમાં એ પણ સામે આવ્યું કે અગાઉ 2021 માં પોરબંદરના સાજણ ઓડેદરાએ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેની સામે ફરિયાદ થતાં બે મહિનાની સજા પણ થઇ. જે સાજણ ઓડેદરાને મોતને ઘાટ પણ ઉતારવાના હતા. જેના માટે તેઓએ રેકી પણ કરી હતી. જોકે આરોપીઓ તેમા સફળ ન રહેતા બાદમાં કિશન ભરવાડની ટિપ્પણીને લઇને કિશનની ગોળી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું.

હાલમાં આ કેસની તપાસ ATS ને સોંપતાજ તપાસ તેજ કરવામાં આવી. જેમાં દિલ્લીના મૌલાના અને રાજકોટ ના આસિફ સમાની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે બાબતે હાલમાં ATS સોસીયલ મીડિયામાં આ બાબતે તપાસ કરી રહી છે અને પાકિસ્તાન કનેક્શન છે કે નહીં તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 9395 કેસ, 30 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : NARMADA : બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડ મામલે 8 એજન્ટની ધરપકડ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">