AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARMADA : બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડ મામલે 8 એજન્ટની ધરપકડ

મહિલા આરોપી સહીત બીજા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવા જે 8 આરોપીઓ પકડાયા છે તેમાં 1 દિલ્હી અને બીજા ગુજરાતના છે. જેમાં ગુજરાતમાં  વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાથી પકડી પાડવામાં આવ્યા છે.

NARMADA : બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડ મામલે 8 એજન્ટની ધરપકડ
NARMADA: 8 agents arrested in fake degree certificate and marksheet scam
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:07 PM
Share

NARMADA : રાજપીપલા ખાતેની બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ડિસેમ્બર મહિનામાં ડીગ્રી સર્ટી (Degree certificate)વેરીફીકેશન માટે આવતાં, તેમજ યુનિવર્સીટીની ફેક વેબસાઇટ (Fake website)બનાવેલ હોય યુનિવર્સીટીના કુલપતિ દ્વારા આ બાબતે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં (Rajpipla Police Station)ફરીયાદ આપેલ. જે ફરીયાદ આધારે રાજપીપલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર તપાસ કરતાં હતા. તે દરમ્યાન બેઉલા નંદ ઉર્ફે શ્રેયાસીંગ રેવબીસી નંદ હાલ રહેવાસી- ૪એ, નંબર ૧૪- રાષ્ટ્રપુરી રોડ, ઉત્તમનગર, નવી દિલ્હીના હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યુ. આ મુખ્ય આરોપી (Accused)મહિલાને 25 જાન્યુઆરીના રોજ પકડી પાડી હતી.

આરોપી મહિલાના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીના ડીર્ગી સર્ટીફીકેટ કુલ-237 તથા માર્કશીટો-510 તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-94 તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે. જે તમામ મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. અને આરોપી મહિલાના તપાસ દરમ્યાન તેઓની સાથે અલગ અલગ એજન્ટો કુલ 19 તેમજ વેન્ડરો-15 જેટલા છે. જેમાં ગુજરાત રાજ્યના એજન્ટો કુલ-09 જેટલા સંકળાયેલા હોય જેથી તલસ્પર્શી તપાસ થવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી. આ ગુન્હાની તપાસ પો.ઇન્સ. જે.જી.ચૌધરી રાજપીપલા પોલીસ સ્ટેશનના કરી રહેલા છે.

આરોપીઓ દ્વારા અલગ અલગ રાજ્યોમાં આવેલ યુનિવર્સિટી/બોર્ડના બેકડેટના અસલ લાગતી માર્કશીંટ તેમજ અલગ-અલગ ડીગ્રી સર્ટીફિકેટની ફિજીકલ અને ડીઝીટલ કોપીઓ બનાવી વિદ્યાર્થીઓને ડીલીવર કરી ઓનલાઇન વેરીફીકેશન કરી આપતા હતા. મહિલા આરોપી સહીત બીજા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવા જે 8 આરોપીઓ પકડાયા છે તેમાં 1 દિલ્હી અને બીજા ગુજરાતના છે. જેમાં ગુજરાતમાં  વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાથી પકડી પાડવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જયારે બીજા આરોપીઓની પુછપરછ ચાલું છે. હાલ જે આરોપીયો પકડાયા છે તેમનો મુખ્ય ધંધો ઇમિગ્રેશનનો છે. ફેક ડિગ્રી બનાવીને લોકોને વિદેશ મોકલતા હતા. વેબ સાઈટનો આ લોકો જે કામ કરે છે જેમાં ખોટા નામો આપીને કામ કરતા હોય છે. હાલ નવા આરોપીઓ પાસેથી એમના મોબાઈલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

– પકડાયેલા આરોપીઓના નામ સરનામાં

(1) બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ, હાલ રહે. 4-એ, નંબર 14 રાજાપુરી રોડ ઉત્તમનગર,

(2) વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ ઉ.વ.29 રહે.સેકટર 44 નોયડા-ઉત્તરપ્રદેશ,

(3) પ્રણવ અશ્વિનભાઇ જાની. રહે- 4 સ્પીંગ ફિલ્ડ રૉ હાઉસ જજ બંગ્લોઝ રોડ- વસ્ત્રાપુર અમદાવાદ,

(4) અરણવ ઉમાશંકર ગુપ્તા, ઉ.વ.30 રહે. સી.4-41 રોયલ ઇન્ટરસીટી ડ્રાઇવિંગ રોડ-અમદાવાદ,

(5) ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી ઉ.વ.30, રહે.સૌરીન બંગ્લોઝ કામરેજ ચાર રસ્તા- સુરત,

(6) દિપેશભાઈ જયેશભાઈ બારોટ, ઉ.વ.41, રહે.402 સત્યમ સ્ટેટસ કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર,

(7) રોહીતકુમાર જયંતિલાલ પટેલ, ઉ.વ.36 રહે.18 આનંદપાર્ક સોસાયટી, ટી.બી.રોડ- મહેસાણા,

(8) રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત, ઉ.વ.29 રહે.એ-134 રેશકોર્ષ સોસાયટી નિયર રામેશ્વર ટેમ્પલ- સુભાનપુરા-વડોદરા

આ પણ વાંચો : Australian Openની આ મેચ કે જે 5 કલાક 53 મિનિટ સુધી ચાલી, સૌથી લાંબી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હોવાનો રેકોર્ડ બનાવ્યો

આ પણ વાંચો : VIDEO : ઐશ્વર્યા રાયની લાડલીનો ડાન્સ વીડિયો થયો વાયરલ, ફેન્સે આરાધ્યાની આ સેલેબ સાથે કરી સરખામણી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">