ઓપરેશન ડિગ્નિટી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે લટકી ગયાં, મહિલા કોન્સ્ટેબલે બચાવ્યાં

મહિલા મુસાફરની પૂછપરછ કર્યા બાદ તેણે કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી અને તેણે તેની મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી હતી.

ઓપરેશન ડિગ્નિટી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે લટકી ગયાં, મહિલા કોન્સ્ટેબલે બચાવ્યાં
Ahmedabad railway station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:46 PM

અમદાવાદ (Ahmedabad)  રેલવે સ્ટેશન (Railway station) પર 13 જુલાઇ ના રોજ પેસેન્જર (Passenger) ટ્રેન નંબર 11464 જબલપુર સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી અમદાવાદ સ્ટેશન પર 08:40 કલાકે ઉપડે છે. જે સમયે મહિલા મુસાફર ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે લટકી ગયા હતા. તે જ સમયે ફરજ પરના મહિલા સ્ટાફ મંદાકિની પરમારે ઝડપથી મહિલા મુસાફરને પકડીને બહાર કાઢી હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

મહિલા મુસાફરની પૂછપરછ કર્યા બાદ તેણે કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી અને તેણે તેની મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી હતી. મહિલા પેસેન્જર પરમિશન રસ્તોગી ઉંમર 37 વર્ષ જેના સહ-પ્રવાસી દુર્ગેશ રસ્તોગી S/O ગોપાલ રસ્તોગી સરનામું નિમ્બાલકર કી ગોથ, નયા બજાર, લશ્કર સિટી, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ, PNR નંબર 8154098913 ભોપાલથી વેરાવળ જઈ રહ્યાં હતાં. અન્ય મહિલા મુસાફરો દ્વારા સ્ટાફ ઝડપથી કરેલા કામની પ્રશંસા કરાઈ હતી.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ઉલેખનીય છે કે ટ્રેન ચાલુ થઈ ગયા બાદ તેમાં ચઢવાની કોશિશ કરતી વખતે અકસ્માત થવાની ઘટનાઓ વાંરવાર બનતી હોય છે. કેટસાક કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનારનું મોત પણ થઈ જાય છે. આથી પેસેન્જરોને ચાલુ ટ્રેનમાં ન ચઢવા વારંવાર સુચના અપાતી હોય છે, પણ કેટલાક મુસાફરો આવી સુચનાઓને અવગણે છે ત્યારે આવી ઘટના બનતી હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">