AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો, છરીના ઘા મારી ચાર લોકોએ યુવકને મોતને ઘાટ

અમદાવાદ( Ahmedabad) શહેરના જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકને છરીના ઘા મારી ચાર લોકોએ મોતને ઘાટ ઉતાર્યો છે. તેમજ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે મૃતકને લેવાના નીકળતા નાણા બાબતે આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હકે. ત્યારે શકમંદોની અટકાયત કરી વેજલપુર પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Ahmedabad : જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો, છરીના ઘા મારી ચાર લોકોએ યુવકને મોતને ઘાટ
Ahmedabad Murder
Mihir Soni
| Edited By: | Updated on: Nov 06, 2022 | 5:05 PM
Share

અમદાવાદ શહેરના જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકને છરીના ઘા મારી ચાર લોકોએ મોતને ઘાટ ઉતાર્યો છે. તેમજ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે મૃતકને લેવાના નીકળતા નાણા બાબતે આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હકે. ત્યારે શકમંદોની અટકાયત કરી વેજલપુર પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.શહેરમાં ફરી એક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે..શહેરના જુપાહપુરામાં રહેતો વસીમુદ્દીન શેખ શનિવારે મોડી રાત્રે તેના ભાઇના ઘરે હાજર હતો.આ દરમિયાન મહેમાન આવતા જ તે ઘરેથી નીકળી ગયો અને થોડી વારમાં પરત આવશે તેમ કહી સંકલિતનગર વિસ્તારમાં ગયો હતો.ત્યાં કોઇ જગ્યાએ તે બેઠો હતો તે દરમિયાન જ કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસો આવ્યા.આ ત્રણ આરોપીઓએ વસીમુદ્દીનને પકડી રાખ્યો અને આરોપી સમીર પેન્ડીએ છાતીમાં ત્રણેક ઘા મારતા વસીમુદ્દીનનું મોત થયું છે.

ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું

તેમજ સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી શહેફીલ ઉર્ફે જબ્બો, ઇરફાન ઉર્ફે મોગલી, સલીમખાન પઠાણ અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે નાણાની ઉઘરાણી હોવાથી તે અવાર નવાર પૈસા માંગતો હતો.જેની ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું અને તેના માણસો સાથે મળી હત્યાને અંજામ આપ્યો છે.

સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોકના દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું

તેમજ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સમીર પેન્ડી સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને તેની સામે પોલીસે પાસા પણ કરી હતી.તો આરોપી સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોક જેવા ગંભીર દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે.હત્યા પાછળનું કારણ માત્ર રૂપિયાની લેતીદેતી જ હતી અને કે અન્ય કોઇ કારણ હતું તે બાબતને લઇને વધુ તપાસ શરૂ કરાઇ છે.તો આરોપીઓ હાલ રાજ્ય બહાર ભાગ્યા હોવાથી તે બાબતે પણ યોગ્ય તપાસ પોલીસ દ્નારા શરૂ કરાઇ છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">