Ahmedabad : મિલકત ધારકો માટે AMCનો મહત્વનો નિર્ણય, બ્લડ રીલેશન ધરાવતી વ્યક્તિ પર નહિં લાગે ડબલ ટેક્સ, જુઓ Video

મિલકતનો ઉપયોગ જ્યારે મિલકત ધારકની બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કરતી હોય અને ભાડું ન લેવાતું હોય ત્યારે તેની આકારણી કોમર્શિયલ તરીકે હવે નહિ કરવામાં આવે એટલે કે મિલકત પર ડબલ ટેક્ષ નહિ લાગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:54 PM

Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકાએ (Municipal Corporation) મિલકત ધારકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મિલકતનો ઉપયોગ જ્યારે મિલકત ધારકની બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કરતી હોય, અને ભાડું ન લેવાતું હોય ત્યારે તેની આકારણી કોમર્શિયલ તરીકે હવે નહિ કરવામાં આવે એટલે કે મિલકત પર ડબલ ટેક્ષ નહિ લાગે. હાલ આવા એકમોની આકારણી કોમર્શિયલ ગણી ડબલ ટેક્ષ વસૂલવામાં આવે છે. હવે આ પ્રકારની મિલકતોનો ઉપયોગ કરતા લોકોને ટેક્ષમાં ફાયદો થશે. જો બ્લડ રિલેશન હોય પણ ભાડું ચૂકવવામાં આવતું હોય તો તેનો કોમર્શિયલ ટેક્ષ લેવામાં આવશે.

આ પણ વાંચો Congo fever ના બે કેસ નોંધાવાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, ચેપી રોગ હોવાથી સઘન સર્વેલન્સ-ઋષિકેશ પટેલ, જુઓ Video

બીજી તરફ બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કે મકાન માલિક જ્યારે મિલકતમાં પ્રાઈવેટ લિમિટેડ કંપની કે ભાગીદારી પેઢી ચલાવતા હોય અને તેમાં 20 ટકાથી વધુ જેતે વ્યક્તિનો હિસ્સો હોય અને ભાડું ન ચૂકવાતું હોય તેને હવે કોમર્શિયલ ટેક્ષ લાગુ પડશે નહિં. આ નિર્ણયને લઈને અંદાજે દસ હજારથી વધુ મિલકત ધારકોને ફાયદો થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">