‘AMTS ને ખોટના ખાડામાં ધકેલી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી રહ્યું છે ભાજપ’, જાણો કોણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

|

Jul 03, 2022 | 7:23 AM

શહેઝાદ ખાન પઠાણે કહ્યું, એક તરફ AMTS માં નાણાંકીય સંતુલન જાળવવા માટે ટુંકી દ્રષ્ટિ જેવો પેસેન્જર દરમાં ભાવવધારો કરવામાં આવે છે અને બીજી તરફ ખાનગી બસના કોન્ટ્રાકટરોને ઘી-કેળાં !

AMTS ને ખોટના ખાડામાં ધકેલી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી રહ્યું છે ભાજપ, જાણો કોણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ
Shehzad Khan

Follow us on

અમદાવાદ મ્યુ.કોર્પોરેશન (AMC)દ્વારા નાગરિક સેવાના ભાગ રૂપે ટ્રાન્સર્પોટ સેવા (AMTS Transport service) અમદાવાદ શહેરના નાગરિકોને પુરી પાડવામાં આવે છે. ભૂતકાળના વહીવટી અમલદારો અને સત્તાધીશોની દુરદેશી અને કરકસરીયા વહીવટને કારણે AMTS નો ભવ્ય ભૂતકાળ હતો તેનો ઇતિહાસ સાક્ષી છે. તે બાબતે સત્તાધારી પક્ષના (BJP)  અણઘટ વહીવટ કે ઇચ્છાશક્તિના અભાવને કારણે AMTSમાં નાણાંકીય સંતુલન જાળવી શક્યા નથી તે ખુબ જ કમનસીબ બાબત છે. તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

જનતાના પૈસે કોન્ટ્રાકટરોને લહાણી !

AMCમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે (Shehzad khan pathan)  સત્તાધારી પક્ષ ભાજપ પર કોન્ટ્રાકટરોને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, AMTS પાસે કુલ 6 જેટલા બસ ડેપો આવેલા છે, જેમાં 7  જેટલા ખાનગી કોન્ટ્રાકટરોની 600 જેટલી બસો પાર્ક કરવામાં આવે છે. જેમાં ખાનગી કોન્ટ્રાકટરોમાં અર્હમ ટ્રાન્સર્પોટ પ્રા.લી., મારુતી ટ્રાન્સર્પોટ, આદીનાથ બલ્ક કેરીર્યસ પ્રા. લી., માતોશ્રી પ્રા.લી., ટેક બસ ઓપરેટર પ્રા. લી., મારુતી દાદા, ચાર્ટડ સ્પીડ ટ્રાન્સર્પોટ પ્રા. લી.ને વાર્ષિક 150 કરોડથી પણ વધુ રકમ કોન્ટ્રાકટરોને ચૂકવવામાં આવે છે તે કોન્ટ્રાકટરોને (Contractor)  પોતાની ખાનગી બસો પાર્ક (Parking) કરવા માટે માત્ર રોજના બસ દીઠ માત્ર 1 રૂપિયા ભાડે જગ્યા આપીને લહાણી કરવામાં આવી છે, જેથી રોજના માત્ર 600 ના ભાડે તે કરોડોની મોકાની તમામ જગ્યા કોન્ટ્રાકટરોને આપી દેવામાં આવી છે.

તંત્રને વધારે ખાડામાં લઇ જવાનો પ્રયાસ : વિપક્ષ નેતા

વધુમાં તેણે કહ્યું કે, એક તરફ AMTS માં નાણાંકીય સંતુલન જાળવવા માટે ટુંકી દ્રષ્ટિ જેવો પેસેન્જર દરમાં ભાવવધારા કરવામાં આવે અને બીજી તરફ ખાનગી બસના કોન્ટ્રાકટરોને ઘી-કેળાં ! આ AMTS નું તંત્ર દેવાના ડુંગર તળે દબાયેલું હોય,છતા  કરકસર કરવાને બદલે પોતાના મળતીયા કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવાના બદઇરાદાથી માત્ર ટોકન ભાડાથી જગ્યા આપી દેવામાં આવી હોય ત્યારે સત્તાધારી ભાજપ શું સાબિત કરવા માંગે છે ? તે સ્પષ્ટ થાય છે. સત્તાધારી પક્ષ દ્વારા તંત્રને વધારેને વધારે ખાડામાં લઇ જવાનો પ્રયાસ કરેલ છે ત્યારે વહીવટીતંત્ર તેના મુક સાક્ષી બની રહે જેને કારણે વહીવટીતંત્ર રાજકીય પક્ષના હાથા બની કામ કરે છે તે પુરવાર કરે છે. ખરેખર તો તંત્રના વડા દ્વારા કામ મંજુર કરતી વખતે કામ મંજુર ના થઇ શકે તેવી સ્પષ્ટ રજુઆત કરવી જોઇતી હતી તેના બદલે રાજકીય પક્ષના (political Party) માફક આવે તે રીતે તંત્ર વલણ દાખવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ખાનગી બસના કોન્ટ્રાકટરોને ઘી-કેળાં !

ઉપરાંત તેણે જણાવ્યુ કે,એક તરફ ટ્રાફિકની (traffic) સમસ્યાના ઉકેલ માટે વિવિધ સ્થળે પે એન્ડ પાર્ક ઉભા કરી પાર્કિંગ ફી ના નામે કરોડો રૂપિયા પ્રજા પાસેથી ઓળવી લેવામાં આવે છે અને બીજી તરફ આખો દિવસ બસ પાર્ક કરવાના માત્ર 1 આવી તમામ બાબતો નાણાંકીત સંતુલન જાળવવામાં નડતરરૂપ બની રહે છે જેથી ભવ્ય ભુતકાળ ધરાવતી અને નમુનારૂપ સેવા આપતી AMTS ની હાલત વહીવટી અધિકારી અને સત્તાધારીઓની ટુંકી દ્રષ્ટિ અને મળતીયાઓને લાભ કરાવવાની સ્વાર્થી વૃતિઓને કારણે પરિવહન સેવા ખાડે જવા પામી છે.જેને કારણે નાણાંકીય સંતુલન જાળવી શકતાં નથી. ભુતકાળના સમયના વહીવટનો અભ્યાસ કરીને AMTSને નાણાંકીય ખોટમાંથી બહાર લાવી શકાય અને લોકોને સસ્તા દરે પરિવહન સેવા ઉપલબ્ધ કરીને નિયમિત રીતે પુરી પાડી શકાય તેમ છે. જેથી ઉપરોક્ત જગ્યા તાકીદે પરત મેળવી AMTS ને નાણાંકીય ફાયદો થાય તે માટે નવેસરથી ખાનગી કોન્ટ્રાકટરોને બજાર ભાડા પ્રમાણે ભાડું વસુલી પછી જ જગ્યા ભાડે આપવા વિપક્ષની માંગણી છે.

Next Article