Ahmedabad : ચોમાસાને ગણતરીના દિવસો બાકી, છતાં શહેરમાં નવા રસ્તા બનાવવાની કામગીરીમાં તંત્રના થાબડથિંગડ !
અમદાવાદમાં (Ahmedabad) 15 જૂન સુધી રોડની (Road) તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ કરાયો છે. શહેરમાં બે મહિનામાં 84 રસ્તાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 197 રસ્તાની કામગીરી ચાલી રહી છે.
ચોમાસુ(Monsoon) હવે નજીક છે તેવામાં અમદાવાદમાં (Ahmedabad) 15 જૂન સુધી રોડની (Road) તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ કરાયો છે. શહેરમાં બે મહિનામાં 84 રસ્તાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 197 રસ્તાની કામગીરી ચાલી રહી છે.રોડ અને બિલ્ડિંગ કમિટીમાં (AMC Committee) બેઠકમાં રસ્તાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે , વર્ષ 2020-21 કરતા 2021-22ના વર્ષમાં રસ્તાઓ નવા બનાવવા, રસ્તાઓ રિસર્ફેસ કરવા, બ્રિજ બનાવવા સહિતના તમામ રસ્તામાં વપરાતો હોટમિક્સનો જથ્થો લગભગ 3 ગણો વધુ વપરાયો છે. શહેરમાં અનેક રસ્તાઓ બનાવવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.
ચોમાસુ માથે છતાં કામગીરીના નામે તંત્રના તાગડ ધિન્ના
પશ્ચિમ ઝોનમાં 21 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 18 રસ્તાનું કામ ચાલુ છે.ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 26 રસ્તાનું કામ ચાલુ છે.દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 45 રસ્તાનું કામ ચાલુ છે.જો પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો 9 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 18 રસ્તાનું કામ ચાલુ છે. દક્ષિણ ઝોનમાં 11 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 30 રસ્તાનું કામ ચાલુ છે.મધ્ય ઝોનમાં પણ એજ સ્થિતિ જોવા મળી રહી છે,ત્યાં 6 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 2 રસ્તાનું કામ ચાલુ છે.
ઉત્તર ઝોનમાં 26 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 26 રસ્તાનું કામ ચાલુ છે.રોડ પ્રોજેક્ટ 2 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 34 રસ્તાનું કામ ચાલુ છે.બીજી તરફ ચોમાસુ પણ થોડા દિવસોમાં દસ્તક આપે તેવી શક્યતાને પગલે તંત્ર દોડતુ થયુ છે.