AMC community hall rental : અમદાવાદના આ વિસ્તારોમાં AMC કોમ્યુનિટી હોલ થયા તૈયાર, ભાડું જાણી લો
અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગો માટે ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ઊંચા ભાડાં મધ્યમ વર્ગ માટે ભારે પડી રહ્યા છે. તેથી, AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા આપવામાં આવતા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટોની માગ વધતી જાય છે.

AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા તૈયાર થયેલા જોધપુર, મક્તમપુરા અને ઇસનપુર વિસ્તારમાં આવેલા ત્રણ કોમ્યુનિટી હોલના ભાડાં નક્કી કરવામાં આવ્યા. ઇસનપુર કોમ્યુનિટી હોલનું સૌથી ઓછું ભાડું રૂપિયા19,000 જ્યારે જોધપુર કોમ્યુનિટી હોલનું સૌથી વધુ ભાડું રૂપિયા 50,000 નક્કી કરાયું છે.
AMC કોમ્યુનિટી હોલના ભાડાં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં AMC હોલ અને પાર્ટી પ્લોટોની લોકપ્રિયતા વધી રહી છે. જોધપુર વિસ્તારમાં 4,660 ચો.મી. વિસ્તારમાં A.C. કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે.
- જોધપુર કોમ્યુનિટી હોલ
- પ્રથમ માળ: રૂપિયા 30,000
- બીજો માળ: રૂપિયા 30,000
- બંને માળ સાથે: રૂપિયા 50,000
- મક્તમપુરા કોમ્યુનિટી હોલ (વિસ્તાર: 4,110 ચો.મી.)
- પ્રથમ માળ: રૂપિયા 20,000
- બીજો માળ: રૂપિયા 25,000
- બંને માળ સાથે: રૂપિયા 40,000
- ઇસનપુર મલ્ટી-એક્ટિવિટી સેન્ટર (વિસ્તાર: 744 ચો.મી.)
- પ્રથમ માળ: રૂપિયા 10,000
- બીજો માળ: રૂપિયા 9,000
- બંને માળ સાથે: રૂપિયા 19,000
વધારાનું ચાર્જ
દરેક હોલમાં સફાઈ માટે અલગથી ચાર્જ વસૂલવામાં આવશે.
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો
- જોધપુર અને મક્તમપુરા હોલમાં સફાઈ ચાર્જ રૂપિયા 3,000 પ્રતિ દિવસ રહેશે.
- ઇસનપુર હોલ માટે સફાઈ ચાર્જ રૂપિયા 1,000 પ્રતિ માળ રહેશે.
AMC દ્વારા આ હોલના ભાડાં નક્કી કર્યા પછી, ટૂંક સમયમાં નાગરિકો માટે બુકિંગ પ્રક્રીયા શરૂ કરવામાં આવશે.