AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થઈ જાઓ તૈયાર.. ગુજરાતમાં આંધી-વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલ અને IMD ની મોટી આગાહી, જુઓ Video

હવામાનવિદ અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે.

થઈ જાઓ તૈયાર.. ગુજરાતમાં આંધી-વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલ અને IMD ની મોટી આગાહી, જુઓ Video
| Updated on: May 24, 2025 | 4:34 PM
Share

હવામાનવિદ અંબાલાલ પટેલે આપેલી નવીન આગાહીઓ મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. શક્તિ વાવાઝોડું હાલ નબળું પડતું દેખાઈ રહ્યું છે, પરંતુ આ બદલાવ રાજ્યમાં આંધી, વંટોળ અને ભારે વરસાદ લઈને આવી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા વાતાવરણમાં મોટો પલટો આવશે. તેની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાશે. આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડવાની શકયતા છે.

ક્યાં વિસ્તારોમાં રહેશે વધુ અસર?

  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી છે.

  • મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

  • 28 મેથી લઈને જૂનના પ્રારંભ સુધી, રાજ્યમાં કેટલાક સ્થળોએ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે.

ખેતી પર અસર થવાની ભીતિ

અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, ભારે પવન ફૂંકાવાના કારણે ચોમાસુ પૂર્વ પાકો પર સીધી અસર પડી શકે છે. ખેડૂતોને અનુકૂળ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. અને તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. હાલ તે ગુજરાતથી 500 કિ.મી. દૂર છે. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગિરીથી 40 કિમી દૂર છે. જો કે તેને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અને એટલે જ ગુજરાતના બંદરોને એલર્ટ કરી દેવાયા છે.

ગુજરાતમાં IMD નું એલર્ટ

ગુજરાતમાં વરસાદની ચેતવણી અંગે, IMD અમદાવાદના ડિરેક્ટર એકે દાસ કહે છે કે, “આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું પણ આવશે. આજે પવનની ગતિ 45-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક ક

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">