Ahmedabad : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા,પૈસા પરત માંગતા યુવકને મળ્યું મોત,ચાર આરોપી ફરાર

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અઝરૂદ્દીન શેખ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં મારામારીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આરોપી બાદશાહ ખાનએ અઝરુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.ત્યારે મૃતક યુવક અઝરુદ્દીન શેખ સહિત બે લોકોએ બાદશાહ ખાન માર માર્યો હતો

Ahmedabad : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા,પૈસા પરત માંગતા યુવકને મળ્યું મોત,ચાર આરોપી ફરાર
Ahmedabad Murder
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:00 PM

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા કરાઈ છે.પૈસાની બબાલમાં એક મહિના અગાઉ જ મૃતક યુવક વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી.જે મામલે ફરી એક વખત પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો.જેમાં ચાર શખ્સો ભેગા મળી યુવકની હત્યા કરી  હતી. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

આ મૃતક જેનું નામ છે અઝરૂદ્દીન શેખ. જેની ઉંમર 33 વર્ષ છે અને પીરાણા પાસે આવેલ સુરેજફામ માં નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતો હતો.મૃતક અઝરૂદ્દીન શેખ થોડા માસ અગાઉ આરોપી બાદશાહ ખાનને ત્રણ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા.જે પૈસા મૃતકએ પરત બાદશાહ ખાન પાસે માંગ્યા હતા.જેને લઈ ને ગત મોડી રાત્રે ફતેવાડી વિસ્તારની પાસે ઝઘડો થયો.જે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આરોપી બાદશાહ ખાન સાથે રહેલા આરોપી સૈજુ ખાન , સાદાબ ખાન અને સોહેલ ખાને ભેગા મળી મૃતક અઝરૂદ્દીન શેખ ને છરીના ઘા મારી દીધા હતા.જેમાં અઝરુદ્દીનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જો કે ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Gujarat Video: સુરતમાં ભર ઉનાળે રોડ પર પડ્યો ભૂવો, વરાછા ખોડિયાર નગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અઝરૂદ્દીન શેખ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં મારામારીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આરોપી બાદશાહ ખાનએ અઝરુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.ત્યારે મૃતક યુવક અઝરુદ્દીન શેખ સહિત બે લોકોએ બાદશાહ ખાન માર માર્યો હતો.જે ફરિયાદ લઈ રમઝાન ઈદના દિવસે સમાધાન પણ થઈ ગયું હતું પરતું ગત રાત્રીના સમયે ઉગ્ર ઝઘડામાં આરોપી બાદશાહ સહિત ચારેય શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.જોકે મૃતક અને આરોપી એક જ સોસાયટીમાં રહે છે અને મિત્રો પણ છે પરંતુ પૈસાની લેતીદેતી લઈ બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">