Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: સુરતમાં ભર ઉનાળે રોડ પર પડ્યો ભૂવો, વરાછા ખોડિયાર નગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Surat: સુરતમાં ભરઉનાળે રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વરાછા મીની બજારમાં ખોડિયાર નગર નજીક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. ભૂવો પડવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 27, 2023 | 1:14 PM

સુરતમાં ભર ઉનાળે ભુવારાજના દૃશ્યો સામે આવ્યા છે. વરાછામાં રોડમાં વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ વરાછા મીની બજાર પાસે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. હવે વરાછામાં ખોડિયારનગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. ભર ઉનાળામાં પણ સુરતમાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અગાઉ વરાછા મીની બજાર પાસે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી, ત્યાં હવે વરાછા ખોડીયાર નગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે.

 ખોડિયારનગર પાસે રોડમાં પડ્યો ભૂવો

સુરતના વરાછા રોડ સ્થિત ખોડીયાર નગર પાસે રોડમાં ભૂવો પડ્યો હતો. અહીં મુખ્ય માર્ગ પર રોડમાં ભૂવો પડતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડી હતી. બીજી તરફ તંત્રને બનાવની જાણ થતા અહીં બેરીકેડ મુકીને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રોડમાં ભૂવો પડવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. ઉનાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video: યુવરાજસિંહ ઉપરનો કેસ પાછો ખેંચવા સુરતમાં AAP પાર્ટીએ SITની રચનાની કરી માંગણી

Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
Marriage Guide : લગ્ન માટે માની જશે સાસુ-સસરા, જમાઈ એ કરવા પડશે આ 5 કામ

ભરઉનાળે રોડમાં ભૂવો પડતા ઉઠ્યા સવાલ

મહત્વનું છે કે સુરત શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં તેમજ રોડમાં ભુવા પડતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. હાલમાં ચોમાસાનું નહીં, પરંતુ ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસો અગાઉ વરાછા મીની બજાર પાસે પણ રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત રાંદેર અને જહાંગીરપુરામાં રોડમાં ખાડા પડયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યાં હવે વરાછા ખોડીયાર નગર પાસે રોડમાં ભૂવો પડ્યા હોવાની ઘટના સામે આવી છે. તંત્ર દ્વારા અહી બેરીકેટ લગાવીને રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">